ફરિયાદ:ભાજપ અગ્રણી અને બિલ્ડર દર્પણ શાહ સામે વધુ 2 ફરિયાદ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકાનો કેન્સલ કરાવતાં પૈસા પરત ન કર્યા
  • ​​​​​​​બહુચર્ચિત ​​​​​​​બિલ્ડરે સમયસર બાંધકામ શરૂ કર્યું ન હતું

ભાજપના પૂર્વ હોદ્દેદાર અને બહુચર્ચિત બિલ્ડર દર્પણ શાહ વિરુદ્ધ છેતરપિંડીના કેસોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. પાણીગેટ પોલીસ સ્ટેશન દર્પણ શાહ વિરુદ્ધ 2 ફરિયાદ નોંધાવાઈ હતી. હાલમાં દર્પણ શાહ પોલીસ કસ્ટડીમાં છે.

ભદ્ર કચેરી ખાતે ઉમેશ ખત્રી નામના વ્યક્તિએ 2017માં દર્પણ શાહની ડભોઈ રિંગ રોડ પાસે આવેલી સાઈટ સુખધામ આશ્રયમાં મકાન બુક કરાવ્યું હતું. જોકે સમયસર મકાનનું બાંધકામ ચાલુ ન થતાં મકાન કેન્સલ કરાવતા 7 લાખમાંથી માત્ર 4.50 લાખ પરત કર્યા હતા. તો આજ રીતે ચંદ્રકાત જગદાપે પણ સુખધામ આશ્રયમાં મકાન બુક કરાવ્યું હતું.

બુકીંગ સમયે દર્પણ શાહે તેમને કહ્યું હતું કે, 2 વર્ષમાં મકાનનો કબજો આપવામાં આવશે. જેથી ચંદ્રકાંતભાઈએ ચેક દ્વારા 4.12 લાખ ચૂકવ્યા હતા, પણ બાંધકામ સમયસર શરૂ ન થતાં તેમણે મકાનનું બુકિંગ કેન્સલ કરાવ્યું હતું પરંતુ પૈસા પરત ન મળતાં દર્પણ શાહ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...