તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે વધુ 4 પોઝિટિવ અને 4 દર્દીએ કોરોનાને માત આપી, 71,318 દર્દી રિકવર થયા, કુલ કેસઃ71,959 થયા

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા શહેર અને જિલ્લામાં હાલ એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં આજે કોરોનાના વધુ 4 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો કુલ આંક 71,959 ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,318 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં આજે સેકન્ડ ડોઝ માટે સ્પેશિયલ વેક્સિનેશન ચાલુ રાખવામાં આવ્યું હતું.

કોરોનાના 4 કેસ નોંધાયા
વડોદરા શહેરમાં મંગળવારે પશ્ચિમ ઝોનના કલાલી અને ગોત્રી વિસ્તારમાં કોરોનાના 4 નવા કેસ નોંધાયા હતા. હાલમાં શહેરમાં 18 એક્ટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે જે પૈકી એક દર્દી ઓક્સિજન પર છે. જ્યારે વેન્ટિલેટર પર એકેય દર્દી નથી. શહેરમાં 23 લોકોને કોરોનાના પગલે ક્વોરન્ટીન રાખવામાં આવ્યાં છે. બીજી તરફ મ્યુકોરમાઇકોસિસના 2 નવા દર્દીઓ ગોત્રી-સયાજી હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યારે 2 દર્દીઓને મ્યુકોરમાઇકોસિસ મટતા રજા આપવામાં આવી હતી. મંગળવારે કુલ 23 સર્જરીઓ કરવામાં આવી હતી.

મંગળવારે 11 હજાર લોકોએ રસી મુકાવી
વડોદરા શહેરમાં મંગળવારે માત્ર 11,444 લોકોએ રસી મૂકાવી હતી. રાજ્ય સરકાર દ્વારા રસીકરણ વધારવા માટેના આદેશો અને 15 હજાર ઉપર નું રસીકરણ કરવાના લક્ષને આરોગ્ય વિભાગ પહોંચી શકતું નથી. બીજા ડોઝ માટે એક લાખ ઉપરાંતનો બેકલોગ હોવા છતાં માત્ર 6 હજાર લોકોએ રસી મૂકાવી હતી. મંગળવારે થયેલા રસીકરણમાં 18 વર્ષથી ઉપરના 2492 અને 4189 લોકોએ બીજો ડોઝ લીધો હતો. એટલે જ્યારે 45 વર્ષથી ઉપરના 1359 લોકોએ પ્રથમ ડોઝ અને 1032 લોકોએ બીજો લીધો હતો જ્યારે 60 વર્ષથી ઉપરના 158 લોકોએ પ્રથમ અને 683 લોકોએ બીજો ડોઝ લીધો હતો. આજે બુધવારે સેકન્ડ ડોઝ માટે સ્પેશિયલ વેક્સિનેશન ચાલુ રાખવામાં આવ્યું છે.

ડેન્ગ્યુના 29 કેસ અને ચિકનગુનિયાના 10 કેસ
સ્માર્ટ સિટી વડોદરામાં જીવલેણ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. મંગળવારે પાલિકાની વિવિધ ટીમોએ લીધેલા 95 નમૂનામાંથી 29 ડેન્ગ્યૂ પોઝિટિવ કેસ આવ્યા હતા. જ્યારે 54 નમૂનાઓ પૈકી ચિકનગુનિયાના 10 કેસ પોઝિટિવ આવ્યા હતા. વધુ 29 કેસ પોઝિટિવ આવતા શહેરમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ વધીને 393 પહોંચ્યો છે. જ્યારે ચિકનગુનિયાના કુલ દર્દીઓનો આંક 244 પર પહોંચ્યો છે.

54 ઝાડા-ઊલટીના કેસ નોંધાયા
વડોદરામાં 476 જેટલા લોકોને તાવ આવતો હોવાની ફરિયાદ મળી હતી. જેમના નમૂના લઇ તેને લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. બીજી તરફ શહેરમાં પાણીજન્ય રોગચાળાએ પણ તંત્રને દોડતું કર્યુ છે. મંગળવારે પાલિકાએ 16,356 મકાનોમાં તપાસ કરતા 54 જેટલા ઝાડા-ઊલટીના કેસ અને 191 તાવના કેસ સામે આવ્યા છે. જોકે આજે નવાયાર્ડ વિસ્તારમાં મલેરિયાએ એન્ટ્રી કરી છે. મલેરિયા અને કમળાનો એક એક કેસ નવાયાર્ડ વિસ્તારમાં નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.

કયા વિસ્તારમાં સૌથી વધુ અસર
ડેન્ગ્યુ
: યમુનામીલ, દંતેશ્વર, અકોટા, પાણીગેટ, ગોરવા-2, જેતલપુર, છાણી-2, સુદામાપુરી, વડસર, કપુરાઈ-2, તાંદલજા-2, મકરપુરા-2, સમા-2, જેતલપુર, માંજલપુર, રામદેવનગર, ગોત્રી, અટલાદરા, તરસાલી-2, માણેજા, સુભાનપુરા, નવીધરતી, સંવાદ.

ચિકનગુનિયા : સુદામાપુરી, નવાપુરા, રામદેવનગર, વડસર, તરસાલી-2, નવીધરતી, ફતેપુરા, ગાજરાવાડી, માણેજા.

મલેરિયા : નવાયાર્ડ.

કમળો : નવાયાર્ડ.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,756 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,955 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9665 પશ્ચિમ ઝોનમાં 11,944, ઉત્તર ઝોનમાં 11,775, દક્ષિણ ઝોનમાં 11,779, વડોદરા ગ્રામ્યમાં 26,756 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

મંગળવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ
ગોત્રી, કલાલી.

અન્ય સમાચારો પણ છે...