તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 2 More Cases Of Mucormycosis In The City, 4 Cases Of Corona Reported, 10 Thousand People Missing Covishield Had To Go Home Without Vaccination

કોરોના વડોદરા LIVE:શહેરમાં મ્યુકોરમાઇકોસિસના વધુ 2 કેસ, કોરોનાના 4 કેસ નોંધાયા, કોવિશિલ્ડનો જથ્થો ખૂટતા 10 હજાર લોકોને રસી લીધા વિના જ ઘરે જવુ પડ્યું

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સોમવારે વડોદરા શહેરમાં માત્ર 1,585 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 4 કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 72,025 ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે વધુ 6 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 71,387 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

મ્યુકોરમાઇકોસિસનો 2 કેસ નોંધાયા
વડોદરા શહેરમાં છેલ્લા 36 કલાકમાં કોરોનાથી સંક્રમિત 4 કેસ નોંધાયા છે. સોમવારે 1,218 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. સોમવારે સારવાર લઈ રહેલા 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બીજી તરફ સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 1-1 કેસ નોંધાયા હતા. શહેરના ગોત્રી, મકરપુરા, સોમા તળાવ અને વારસિયામાં એક એક કેસ નોંધાયો છે. બીજી તરફ મ્યુકોરમાઇકોસિસના સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં વધુ 1-1 કેસ નોંધાયા હતા. સોમવારે 1 દર્દીની બાયોપ્સીને તપાસ માટે મોકલવામાં આવી છે, જ્યારે 10 સર્જરી કરવામાં આવી છે.

કોવિશિલ્ડનો જથ્થો ખૂટતા સોમવારે 45 સેન્ટર બંધ રખાયા
વડોદરા શહેરમાં આવેલા 80 જેટલા સેન્ટર પર લોકોને રસી મૂકવામાં આવે છે. પરંતુ કોવિશિલ્ડ વેકસીનનો જથ્થો ઓછો હોવાથી સોમવારે 45 જેટલા વેક્સિન સેન્ટર બંધ રાખવામાં આવ્યા હતા. જેના કારણે રસીનો બીજો ડોઝ મૂકાવવા માટે આવેલા લોકોને ધક્કા પડ્યા હતા અને 10 હજારથી વધુ લોકોને રસી લીધા વિના ઘરે પરત જવું પડ્યું હતું. સોમવારે શહેરમાં 1,585 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી 18 પ્લસની કેટેગરી વાળા 6,86,949 લોકોએ રસીનો પહેલો ડોઝ અને 2,38,002 લોકોએ બીજો ડોઝ મુકાવ્યો છે.

બે દિવસમાં ડેન્ગ્યુના વધુ 48 કેસ, ચિકનગુનિયાના 29 કેસ
વડોદરા શહેરમાં હવે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો બેકાબુ બની રહ્યો છે. વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસમાં ડેન્ગ્યુના લેવામાં આવેલા 110 નમૂના પૈકી 48 કેસ પોઝિટિવ આવ્યા છે, જેના કારણે કુલ આંક 960 પર પહોંચ્યો છે. જ્યારે ચિકનગુનિયાના 92 નમૂનામાંથી 29 દર્દીઓમાં ચિકનગુનિયાનાં લક્ષણો જણાયાં છે. જે સાથે કુલ આંક 517 થયો છે. પાલિકાની વિવિધ ટીમો દ્વારા 30,216 ઘરોમાં તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 11,544 ઘરમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. બીજી તરફ 449 લોકોને મચ્છર કરડવાના કારણે તાવ આવતો હોવાનું નિદાન થયું છે.

પાણીજન્ય રોગચાળાએ પણ માઝા મૂકી
મચ્છરજન્ય રોગની સાથે શહેરમાં પાણીજન્ય રોગચાળાએ પણ માઝા મૂકી છે. પાલિકાની વિવિધ ટીમોએ સોમવારે 20,780 જેટલાં મકાનોનો સર્વે કર્યો હતો, જેમાં 60 જેટલા કેસોમાં ઝાડા-ઊલટી તેમજ 173 લોકોને તાવની બીમારી હોવાનું ચોપડે નોંધાયું છે. સાથે સાથે શિયાબાગ વિસ્તારમાં એક કેસ ટાઇફોઇડનો સામે આવતાં તંત્ર હરકતમાં આવ્યું છે. પાલિકાની વિવિધ ટીમોએ છેલ્લા 2 દિવસમાં 26 કન્સ્ટ્રક્શન સાઈટ, 15 હોસ્ટેલ અને સ્કૂલમાં તપાસ કરી મચ્છરનાં ઉત્પત્તિસ્થાન ધરાવતાં 12 સ્થળોને નોટિસ આપવામાં આવી છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,767 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,021 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9674 પશ્ચિમ ઝોનમાં 11,974, ઉત્તર ઝોનમાં 11,785, દક્ષિણ ઝોનમાં 11,789, વડોદરા ગ્રામ્યમાં 26,767 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

સોમવારે આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ
ગોત્રી, મકરપુરા, સોમા તળાવ, વારસીયા.

અન્ય સમાચારો પણ છે...