કોરોના વડોદરા LIVE:છેલ્લા 36 કલાકમાં કોરોનાના વધુ 2 કેસ, 93.48 ટકા લોકોએ પ્રથમ અને 64.14 ટકા લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા શહેરની વિવિધ હોસ્પિટલમાં કોરોનાના 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,100 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,460 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરા શહેરમાં છેલ્લા 36 કલાકમાં કોરોનાથી સંક્રમિત 2 કેસ નોંધાયા છે. રવિવારે શહેરમાં લેવાયેલા 2,801 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જ્યારે સારવાર લઈ રહેલા 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

મકરપુરા વિસ્તારમાં કોરોનાના બે કેસ નોંધાયા
હાલ વડોદરા શહેરની વિવિધ હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે પૈકી ઓક્સિજન પર 1 દર્દીને સારવાર આપવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાંથી 2 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે, જેના પગલે ડિસ્ચાર્જનો આંકડો 71,460 પર પહોંચ્યો છે. શહેરના મકરપુરા વિસ્તારમાં બે કેસ નોંધાયા હતા.

93.48%એ પ્રથમ અને 64.14% લોકોએ બીજો ડોઝ લીધો
વડોદરા શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં દિવાળી સુધીમાં 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ થાય તે પ્રમાણે આંકડાઓ આગળ વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે બીજા ડોઝનું પણ 100 ટકાનું લક્ષ્યાંક આપવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 93.48.% થઈ છે, જ્યારે બીજા ડોઝની ટકાવારી 64.14% થઈ છે. આ તફાવતને દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યા છે.

રવિવારે માત્ર 5742 લોકોએ રસી લીધી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ થયેલા આદેશને પગલે કેટલાક લોકોએ રસી ના લીધી હોવા છતાં પણ તેમનાં સર્ટિફિકેટ જનરેટરની બૂમ ઊઠી હતી. હવે આવી બૂમો ફરી વખત ઉઠે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. રવિવારે થયેલા રસીકરણમાં શહેરમાં ફરી એક વખત બીજો ડોઝ લેનારની સંખ્યા વધારો નોંધાયો હતો. રવિવારે માત્ર 5742 લોકોએ રસી લીધી હતી, જે પૈકી 3222 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

કુલ રસીકરણ 23,79,896 રવિવારનું રસીકરણ 5642 પ્રથમ ડોઝ 14,11,462 93.48% બીજો ડોઝ 9,68,435 64.14%

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,771 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,080 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9677 પશ્ચિમ ઝોનમાં 11,997, ઉત્તર ઝોનમાં 11,797, દક્ષિણ ઝોનમાં 11,806, વડોદરા ગ્રામ્યમાં 26,772 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

રવિવારે આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ
મકરપુરા.

અન્ય સમાચારો પણ છે...