ધરપકડ:ટ્રેક્ટર-ટ્રોલીની ચોરી કરતી ગેંગના 2 સાગરિત ઝડપાયા, ચોરેલાં ટ્રેક્ટર-ટ્રોલી બોટાદ વેચી દેતા હતા

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2 ટ્રેક્ટર-ટ્રોલી કબજે, અન્ય સાગરિતોની શોધખોળ

વડોદરા જીલ્લામાં ટ્રેકટર તથા ટ્રોલી ચોરી કરતી ટોળકીના 2 સાગરીતને પોલીસે ઝડપી લીધા હતા. તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી 3 માસ પહેલાં ટ્રેકટરની ચોરીના બનાવમાં ટ્રેકટર અને ટ્રોલીની ચોરી કરનારા તસ્કરો બે શખ્સ દુમાડથી છાણી તરફ જઇ રહ્યા છે જેથી પોલીસે વોચ ગોઠવી મફત નાથાભાઇ રબારી અને ધુઘાભાઇ લક્ષ્મણભાઇ મીર ભરવાડ ને ઝડપી લીધા હતા.

પોલીસે બંનેની પુછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે બે માસ પહેલાં દુમાડથી છાણી તરફ ગયા હતા અને ખેતરમાંથી ટ્રેકટર અને ટ્રોલીની ચોરી કરી હતી અને બાલા મીર ટ્રેકટર અને ટ્રોલી લઇ બોટાદ જતો રહ્યો હતો. તપાસમાં ટ્રેકટર અને ટ્રોલીને તેમણે બોટાદના રાજુ કમાભાઇ જોગરાણા તથા મુન્ના રબારી ઉર્ફે મુન્ના ગોગાને વેચ્યા હતા જેથી પોલીસની એક ટીમ બોટાદ મોકલાઇ છે. પોલીસે ત્રણ આરોપીની શોધખોળ શરુ કરી હતી. અને 2 નંગ ટ્રેકટર ટ્રોલી કબજે કરી તપાસ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...