એજ્યુકેશન:ગુજકેટમાં ઇંગ્લિશ મીડિયમમાં 2 અને ગુજરાતીમાં 1 ગુણની લહાણી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ 1 સપ્ટેમ્બર સુધી આન્સર કી અંગે રજૂઆત કરી શકશે
  • પ્રશ્નપત્રમાં ભૂલ હોવાથી તમામ વિદ્યાર્થીઓને માર્ક આપવાનું નક્કી કરાયું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 24 ઓગસ્ટે લેવાયેલી ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ છે, જેમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને 2 તથા ગુજરાતી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને 1 ગુણની લહાણી કરાઈ છે. આન્સર કીને લઈને બોર્ડ સમક્ષ 1 સપ્ટેમ્બર સુધીમાં રજૂઆત કરી શકાશે.

બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે 24 ઓગસ્ટે ગુજકેટ લેવાઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા વિવિધ વિષયના નિષ્ણાતો પાસે ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. ગુજકેટ પૂર્ણ થયાના ચોથા દિવસે બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ છે, જેથી વિદ્યાર્થીઓ કેટલા માર્ક મેળવી શકશે તે જાતે જ નક્કી કરી શકે. પ્રોવિઝનલ આન્સર કીને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ રજૂઆત કરવી હોય તો બોર્ડમાં 1 સપ્ટેમ્બર સુધી ઈ-મેલ દ્વારા રજૂઆત કરી શકે છે. આ માટે તેમણે પ્રશ્ન દીઠ રૂા. 500 ફી ભરવાની રહેશે. જોકે રજૂઆત સાચી હશે તો ફીના પૈસા પરત કરાશે. દરેક પ્રશ્નો માટે અલગ રજૂઆત કરવાની રહેશે.

બોર્ડ દ્વારા ગુજરાતી-હિન્દી માધ્યમના તમામ વિદ્યાર્થીઓને એક ગુણ આપવાનું નક્કી કરાયું છે. જેમાં એક પ્રશ્નના બે વિકલ્પ સાચા હોઇ વિદ્યાર્થીઓએ જે પણ વિકલ્પ પસંદ કર્યો હશે તે સાચો ગણી માર્ક અપાશે. જ્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને બે ગુણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...