પરિવારે સમલૈગીંકતાનો સ્વીકાર ન કરતા સાથે રહેવાના ઈરાદે બે યુવતીઓ હરીયાણાથી વડોદરા વિકલ્પ સંસ્થામાં આવી ગઈ હતી. દિકરીઓ આવી રીતે વડોદરા આવી છે તેની જાણ સંબધીને થતા તેઓ પોલીસને લઈને પહોંચ્યા હતા પણ દિકરીઓ પુખ્તવયની હતી એટલે દિકરીઓનો નિર્ણય પોલીસે પણ માન્ય રાખ્યો હતો અને પરિવાને આ વિશે જાણ કરી હતી અને છેવટે પરિવારે સંબધને સ્વીકાર્યો હતો. હરિયાણના એક નાના ગામડામાં રહેતી 20 વર્ષની બે યુવતી નાનપણથી એકબીજાને ઓળખતી હતી. તેમને એકબીજા માટે ગહન લાગણીઓ હતી.
ઉંમર જતા તેઓનો પ્રેમ વધતો ગયો અને એકબીજા સાથે તેઓએ રહેવાની ઈચ્છા પરિવાર સામે વ્યક્ત કરી. બંન્ને યુવતીઓની આ ઈચ્છા સાંભળીને પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અને પરિવારે તેઓને બંન્ને છૂટા રાખવા માટે એડી-ચોટીનુ જોર લગાવ્યું હતું પણ યુવતીઓ સાથે રહેવાની ઈચ્છા સાથે ઘરેથી નિકળી ગઈ હતી અને દિલ્હી આવી પહોંચી હતી.
યુવતીઓએ ઈન્ટરનેટ પર સર્ચ કરીને વડોદરાની વિકલ્પ સંસ્થા વિશે માહિતી મેળવી હતી જે સમલૈગીક યુવતીઓને આશરો આપે છે. બન્ને યુવતી દિલ્હીથી અમદાવાદ અને અમદાવાદથી વડોદરા પહોંચી હતી અને તેઓ વિકલ્પ સંસ્થામાં ચાલ્યા ગયા હતા. ત્યા તેઓએ પોતાની આપવીતી જણાવતા સંસ્થાએ તેમને આશરો આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.