તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાથફેરો:વડોદરામાં બંધ બંગ્લોઝમાંથી સોના-ચાંદીના ઘરેણાં સહિત 2.91 લાખની ચોરી, પરિણીતા પતિને મળવા કચ્છ ગઈ હતી

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાણીગેટ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
પાણીગેટ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • કચ્છથી પરત આવ્યા બાદ ચોરીની ફરિયાદ નોંધાવી

શહેરના વાઘોડિયા ડભોઇ રિંગ રોગ પર આવેલ કલ્યાણ બંગ્લોઝમાં રહેતી પરિણીતા બે બાળકો સાથે કચ્છના આદિપુરમાં એસબીઆઈ બેંકમાં નોકરી કરતા અને ત્યાં જ રહેતા પતિને મળવા ગઈ હતી. ત્યારે બંધમકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રૂ. 12000 સહિત વિવિધ સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૂ.2,91,250ની મતાના મુદ્દામાલની ચોરી કરી નાસી જતા પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાડોશીએ ચોરી થઈ હોવાની જાણ કરી હતી
શહેરના વાઘોડિયા ડભોઇ રિંગ રોગ પર આવેલ કલ્યાણ બંગ્લોઝમાં પલ્લવીબેન પંકજકુમાર સિંઘ બે બાળકો સાથે રહે છે. જયારે પતિ પંકજકુમાર આદિપુર, કચ્છ ખાતે એસબીઆઈ બેંકમાં નોકરી કરે છે અને ત્યાં જ રહે છે. ગત તા. 26 જુલાઈના રોજ તેઓ પોતાના મકાનમાં લોક મારી બંને બાળકો સાથે આદિપુર રહેતા પતિ પાસે રહેવા ગયા હતા. ત્યારે તા. 21 ઓગસ્ટના રોજ સવારે 12.30 વાગ્યે પડોશીએ ફોન કરી જણાવ્યું હતું કે, તમારા મકાનના સ્ટીલના દરવાજાને મારેલ લોક તૂટેલું છે અને દરવાજો ખુલ્લો છે.

મકાનમાંથી તમામ રૂમમાં મારેલ લોક પણ તૂટેલા જણાયા
પલ્લવીબેન તાત્કાલિક પરિવાર સાથે વડોદરા દોડી આવ્યા હતા. વડોદરા આવતા જ તેઓને મકાનના સ્ટીલના દરવાજાને મારેલ લોક તૂટેલું અને દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. જેથી તેઓએ મકાનમાં જઇ તપાસ કરતા મકાનમાંથી તમામ રૂમમાં મારેલ લોક પણ તૂટેલા જણાય હતા. તેમજ ઘરનો સમાન વેરવિખેર જોવા મળ્યો હતો. ત્યારે તેઓએ કબાટમાં તપાસ કરતા કબાટમાંથી રોકડ અને સોનાચાંદીના ઘરેણાંની ચોરી થઇ હોવાનું જણાયું હતું.

અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
કબાટમાં વધુ તપાસ કરતા રોકડ રૂ. 12000 સહિત વિવિધ સોનાચાંદીના ઘરેણાં મળી કુલ રૂ.2,91,250ની મતાના મુદ્દામાલની ચોરી થઇ હતી. જેથી તેણીએ બનાવા અંગે પાણીગેટ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.