તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે, ભોળા શંભુ કરે તે ખરું:વડોદરામાં સાદાઈથી નીકળનાર શિવ જી કી સવારીમાં 2 લાખ લોકો ઉમટ્યાં, રાજકોટ, જૂનાગઢ અને સોમનાથમાં પણ ભીડ લાગી

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી - Divya Bhaskar
વડોદરામાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી
  • શિવજીની પ્રતિમાને સુવર્ણ અાવરણ ચઢાવવાનો પ્રારંભ

કોરોનાના પગલે શિવરાત્રીએ યોજાતા ભવનાથથી માંડીને તમામ મોટા મેળાપર પાબંધી મુકાઈ છે ત્યારે વડોદરામાં મહાશિવરાત્રીએ 8 વર્ષથી નીકળતી શિવજી કી સવારીને સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટે કોરોનાની ગાઈડલાઈન સાથે સાદાઈથી કાઢવાની જાહેરાત કરી હતી પરંતુ ગુરૂવારે નીકળેલી સવારીમાં 2 લાખ શ્રધ્ધાળુ ઉમટ્યાં હતાં. બીજી તરફ ગત નવેમ્બરમાં શહેરમાં છેલ્લા 284 વર્ષોથી નિકળતા ભગવાન નરસિંહજીનાં વરઘોડાને તંત્રએ મીની બસમાં 100 લોકોની હાજરીમાં કાઢવાની પરવાનગી આપી હતી.

ગુરુવારે સાંજે 5 વાગે રણમુક્તેશ્વર મહાદેવ ખાતે નવનિયુક્ત મેયર કેયુર રોકડિયા,ડે.મેયર નંદા જોષી,ધારાસભ્યો,સાંસદ સહિતના અગ્રણીઓએ શિવપરિવારની આરતી કરી યાત્રાની શરૂઆત કરાવી હતી. સાંજે સુરસાગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ,ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રીએ સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણ આવરણ ચઢાવવાની પ્રક્રિયાનો શુભારંભ કરાવ્યો હતો.

નવા કોર્પોરેટરોને CMને ન મળવા દીધા
સુરસાગર ખાતે મહાઆરતીના સમયે સીએમ, ડે.સીએમ, રાજ્ય ગૃહમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના મહાનુભાવો સ્ટેજ પર પહોંચ્યા હતા. તેમની પાછળ જ રહેલા નવા કોર્પોરેટરોને પોલીસે અટકાવી પાછા મોકલ્યા હતા. સીએમને ન મળી શકેલા ચૂંટાયેલા કોર્પોરેટરોએ સુરસાગરની પાળે બેસીને જ મહાઆરતીમાં સહભાગી બનવુ પડ્યું હતું. જેને લઈને કોર્પોરેટરોમાં કચવાટ ફેલાયો હતો.

ભીડ ભેગી ન થાય એટલે 284 વર્ષથી નીકળતો નરસિંહજીનો વરઘોડો માત્ર 100 મહેમાનો સાથે મિનિ બસમાં સાદાઈથી કાઢવામાં આવ્યો હતો.
ભીડ ભેગી ન થાય એટલે 284 વર્ષથી નીકળતો નરસિંહજીનો વરઘોડો માત્ર 100 મહેમાનો સાથે મિનિ બસમાં સાદાઈથી કાઢવામાં આવ્યો હતો.
સોમનાથમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી
સોમનાથમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી
જૂનાગઢમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી
જૂનાગઢમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી
રાજકોટમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી
રાજકોટમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી

કોરોનાના પગલે શિવરાત્રીએ યોજાતા ભવનાથથી માંડીને તમામ મોટા મેળા પર પાબંધી મુકાઈ છે ત્યારે વડોદરામાં મહાશિવરાત્રીએ 8 વર્ષથી નીકળતી શિવજી કી સવારીને સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટે કોરોનાની ગાઈડલાઈન સાથે સાદાઈથી કાઢવાની જાહેરાત કરી હતી પરંતુ ગુરૂવારે નીકળેલી સવારીમાં 2 લાખ શ્રધ્ધાળુ ઉમટ્યાં હતાં. રાજકોટ અને જૂનાગઢમાં પણ ભક્તોનું ઘોડાપુર ઊમટી પડ્યું હતું. મહાશિવરાત્રી પર્વે સોમનાથમાં સાંજે 06:00 વાગ્યા સુધીમાં અંદાજે 42000 ભાવિકોએ શ્રી સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શનનો લાભ લીધો હતો.