તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કરજણ તાલુકાના માનપુર અને સુરવાડા ગામ વચ્ચે બની રહેલા નવિન એક્સપ્રેસ હાઇવે ઉપર કામ કરી રહેલા બે વ્યક્તિના સાઇટ ઉપરના JCBની અડફેટે આવી જતા મોત નીપજ્યાં હતા. ગુરૂવારે મોડી રાત્રે બનેલા આ બનાવમાં બંને ઇજાગ્રસ્તોને પાદરા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ JCB રિવર્સ લેતા બન્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
બંને મજૂર મૂળ રાજસ્થાનના વતની હતા
વડોદરા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશનમાં સુબેહસિંગ બીસમ્બરસીંગ જાટપે(રહે. વિરપુર ગામની સીમ, પીક્યુસી પ્લાન્ટ કેમ્પસમાં) નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વિશાલ જગદીશભાઇ જાટપ (ઉં.20) તથા રામવીર સુખાલાલ જાટપ (ઉં.24) બંને મૂળ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના નદવઇ ગામના વતની છે અને હાલ પાદરા પાસે આવેલા વિરપુર ગામની સીમમાં પીક્યુસી પ્લાન્ટના કેમ્પસમાં રહેતા હતા. અને છેલ્લા કેટલાક સમયથી માનપુર અને સુરવાડા ગામની સીમ વચ્ચે બની રહેલા એક્સપ્રેસ હાઇવે ઉપર પ્લાસ્ટીકનું પાથરણું પાથરવાની મજૂરી કામ કરતા હતા.
ડ્રાઇવર JCB સ્થળ પર મૂકીને ફરાર થઇ ગયો
ગુરૂવારે મોડી રાત્રે આ રોડ ઉપર JCB પસાર થઇ રહ્યું હતું. આ JCB ચાલકે પાછળ જોયા વગર રિવર્સ લેતા મજૂરી કામ કરી રહેલા વિશાલ જાટપ અને રામવીર જાટપ JCB નીચે આવી ગયા હતા. બંને યુવાનોએ ચિસ પાડતા કેમ્પસમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. લોકો સ્થળ પર પહોંચે તે પહેલાં ડ્રાઇવર JCB સ્થળ પર મૂકીને ફરાર થઇ ગયો હતો.
પાદરા CHCમાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યાં
બીજી બાજુ સ્થળ પર પહોંચેલા મજૂરોએ તુરંત જ ઇજાગ્રસ્તોને પાદરા CHCમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યાં હતા. દરમિયાન આ બનાવની જાણ કરજણ પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને સ્થળ પર તપાસ કરી હતી. પોલીસ તપાસમાં JCB ચાલકે પાછળ જોયા વિના રિવર્સ લેતા આ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું.
ફરાર JCB ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં
મોડી રાત્રે બનેલા આ બનાવે પીક્યુસી પ્લાન્ટના કેમ્પસમાં રહેતા લોકોમાં ગમગીની ફેલાવી દીધી હતી. આ બનાવ અંગે કરજણ પોલીસે ફરિયાદના આધારે જે.સી.બી. ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ કરજણ પોલીસ સ્ટેશનના PSI જે.એમ. પઢીયાર કરી રહ્યા છે. તેઓએ ફરાર થઇ ગયેલા JCB ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.