તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:કોંગ્રેસ અને RSPના 2 પૂર્વ કોર્પોરેટર આપમાં જોડાશે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 35 થી વધુ આગેવાનો આજે આમ આદમી બનશે
 • અતુલ પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામંુ આપ્યું

પાલિકાની ચૂંટણી પૂરી થાય હજી માંડ સમય થયો છે ત્યાં કોંગ્રેસ અને આરએસએસપીના બે પૂર્વ કોર્પોરેટર સહિત 35થી વધુ આગેવાનો બુધવારે આમ આદમી પાર્ટીમાં જોડાનાર છે. વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના કોર્પોરેટર અતુલ પટેલ આ વખતે વૉર્ડ 2માંથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા.તેવી જ રીતે, વર્ષ 2015માં આરએસપીમાંથી વોર્ડ ન.9માંથી ચૂંટણી લડેલા વિરેન રામી(પિંટલ રામી)નું આ ચૂંટણીમાં 3 બાળકોના મુદ્દે ફોર્મ રદ થઈ ગયું હતું.

પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી 42 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને ચૂંટણી લડયા હતા.જોકે, એક પણ જીતી શક્યા ન હતા.સુરતમાં આપના 27 ઉમેદવારો જીત્યા હતા તે નોંધનીય છે. આ સંજોગોમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારો બુધવારે વડોદરા આવી રહ્યા છે અને તેમની હાજરીમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અતુલ પટેલ, આર એસ પી ના પૂર્વ કોર્પોરેટર વિરેન રામી તેમજ કેટલાક સામાજિક આગેવાનો આપનો હાથ પકડશે. અતુલ પટેલે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષને મોકલેલા રાજીનામામાં જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી સ્વૈચ્છિક રીતે રાજીનામું આપું છું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો