મંજૂરી:વુડામાં પાણી-ડ્રેનેજ પ્રોજેક્ટ માટે 2 ઇજનેરની ભરતી થશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડની બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવાયો
  • વુડામાં​​​​​​​ ઇલેક્ટ્રિકલ તથા મિકેનિકલ ઈજનેર નથી

તાજેતરમાં વુડાની મળેલી બોર્ડ બેઠકમાં પાણી અને ડ્રેનેજ સહિતના વિકાસનાં કામો માટે અનેકવિધ જગ્યા ભરાશે. જે અંતર્ગત મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ઇજનેરોની ભરતી કરાશે. વુડદા દ્વારા રોડ, ડ્રેનેજ, પાણી, કાંસ, આવાસ તથા ઘનકચરાના નિકાલ માટે ઈ-રિક્ષાની ફાળવણી જેવાં કામો પ્રગતિ હેઠળ છે. વુડામાં સમાવિષ્ટ પૂર્વ વિસ્તારનાં 11 ગામોને પીવાનું પાણી પહોંચાડવાનો પ્રોજેક્ટ GWSSBમાં તાંત્રિક મંજૂરી માટે પાઠવાયો છે. જે અંતર્ગત ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ કામગીરી અને પમ્પિંગ મશીનરી ચેક કરવાની થાય છે. જોકે વુડામાં આ કામ કરવા ઇલેક્ટ્રિકલ તથા મિકેનિકલ ઈજનેર નથી.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ તથા પાણી પુરવઠાનાં કામોમાં ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ કામ અને મશીનરીના ચેકિંગ માટે ઇલેક્ટ્રિકલ તથા મિકેનિકલ ઇજનેરની ભરતી કરવી આવશ્યક છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પરિપત્ર અનુસાર વુડાના એન્જિનિયરિંગ વિભાગમાં 5 આસિ. ઈજનેર અને 8 એડિ. આસિસ્ટન્ટ ઈજનેરનું મહેકમ મંજૂર છે. જે પૈકી વુડા દ્વારા આ પ્રોજેક્ટ માટે 1 ઈલેક્ટ્રિકલ ઈજનેર તથા 1 મિકેનિકલ ઈજનેરની ડાયરેક્ટ ભરતી કરવા બોર્ડ મિટિંગમાં ચર્ચા બાદ મંજૂર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...