તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:વડોદરા પાસે આર.આર.કેબલ કંપનીનો રૂ.47.73 લાખની કિંમતનો કેબલ 2 ડ્રાઇવરોએ 3 સાગરીતોની મદદથી બારોબાર વેચી દીધો, 5 સામે પોલીસ ફરિયાદ

વડોદરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
વાઘોડિયા પોલીસ સ્ટેશન - Divya Bhaskar
વાઘોડિયા પોલીસ સ્ટેશન
 • વાઘોડિયા પોલીસે 5 આરોપી સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ખંધા ગામની સીમમાં આવેલી આર.આર.કેબલ કંપનીમાંથી 47.73 લાખ રૂપિયાનો કેબલનો જથ્થો બે ટ્રેલરમાં મોકલાવ્યો હતો. જે ટ્રેલરના ચાલકોએ તેમના 3 સાગરીતોની મદદથી બારોબાર વેચી દેતા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

વડોદરાના વાઘોડિયા પાસે આર.આર.કેબલ કંપની આવેલી છે
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ખંધા ગામની સીમમાં આર.આર.કેબલ લિમિટેડ કંપની આવેલી છે. જે કેબલનું ઉત્પાદન કરે છે. કંપનીમાં ઉત્પાદિત માલ ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલવામાં આવતો હોય છે. તે જ રીતે કંપનીએ 13 ઓક્ટોબર-2020ના રાત્રિના 8 વાગ્યાથી 24 નવેમ્બર-2020ના સાંજના 5 વાગ્યા દરમિયાન લાકડાની પ્લેટમાં પેક કરીને 47.73 લાખ રૂપિયાની કિંમતની ઉત્પાદિત પ્રોડક્ટ હરેશ્વર કાર્ગો મૂવર્સ ટ્રાન્સપોર્ટના ટ્રેલર અને કન્ટેનરમાં રવાના કરી હતી. આ મૂળ ઉત્તરપ્રદેશના ટ્રેલરના ચાલક અર્જુન હદયરામ અને મુંબઈના સુખવિંદરસિંગ મલખાનસિંગ હતા.

ડ્રાઇવરોએ કંપનીમાંથી માલનો જથ્થો લઇને નીકળ્યા બાદ કંપનીને માલ પહોંચાડ્યો નહીં
આ બંને ડ્રાઇવરોએ કંપનીમાંથી માલનો જથ્થો લઇને નીકળ્યા બાદ જે-તે કંપનીને માલ પહોંચાડ્યો ન હતો. જેને પગલે પ્રોડક્ટ મંગાવનારે કંપનીમાં ઇન્કવાયરી કરી હતી, જેથી ભાયલી માઇલ સ્ટોન રેસિડેન્સીમાં રહેતા અને કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય કૃષ્ણકુમાર રાવલ ચોકી ઉઠ્યા હતા. આ અંગે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

કેબલનો જથ્થો બારોબાર વેચીને કંપનીને 47,73,056 રૂપિયાનો ચૂનો ચોપડ્યો
ડ્રાઇવર અર્જુન હદય રામ અને સુખવિન્દરસિંહ મલખાનસિંગે સુખલાલ કુમાવત, લાધુરામ ભોમારામ ગુજ્જર તથા સંતોષ ઉર્ફે વિજયકાંત મહારાજ રામ અચલની મદદથી રસ્તામાં કોઈ જગ્યાએ ઉતારી પાડ્યો હતો અને બારોબાર વેચીને આર.આર.કેબલ કંપનીને રૂ. 47,73,056નો ચૂનો ચોપડ્યો છે. વાઘોડિયા પોલીસે 5 આરોપી સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો