તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકાની બેવડી નીતિ:ડે.ફાયર ઓફિસરના 1 હોદ્દા માટે 2 જુદા ક્વોલિફિકેશન!

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયરબ્રિગેડની ભરતીમાં પાલિકાની બેવડી નીતિ
  • હિન્દીભાષી વ્યક્તિ માટે નિયમ બદલાયાની ચર્ચા

વડોદરા ફાયરબ્રિગેડમાં ડે. ચીફ ફાયર ઓફિસરની 2 પોસ્ટ માટે ક્વોલિફિકેશનના 2 જુદા ધારાધોરણ મંજૂર કરાયાં હોવાથી ફાયર વિભાગમાં ગણગણાટ શરૂ થયો છે. રાષ્ટ્રીય સ્તરે બીએસસી ફાયર કોઈપણ ફાયરબ્રિગેડમાં મગાતું નથી તે ક્વોલિફિકેશન સુરત ફાયરબ્રિગેડના તત્કાલિન સમયના નિર્ણયને કેન્દ્રમાં રાખી વડોદરા ફાયરબ્રિગેડ કોમર્સ ગ્રેજ્યુએટને બદલે બીએસસી ફાયર ફરજિયાત કરાતાં કંઈક રંધાયાની ચર્ચા ઉઠી છે.

સૂત્રો મુજબ પાલિકાની સભાએ 5 વરસની ઉંમરની વૃદ્ધિ કરી 45 વર્ષની વય મર્યાદા અને લાયકાત માટે બદલેલા નિયમ આખા રાજ્યમાં એક જ વ્યક્તિ આ લાયકાતમાં એલિજિબલ થઈ શકે તેમ હોવાની પણ ચર્ચા ઉઠી છે. શહેર બહારના હિન્દી ભાષી ઉમેદવાર માટે તખ્તો ગોઠવાયો હોવાનું મનાય છે. વડોદરા ફાયરબ્રિગેડ પાસે અગાઉ 3 અધિકારી હતા જે પૈકી તેમને ડે. ફાયર ઓફિસર માટેની ભરતી ન કરાતાં બે ઓફિસર અમદાવાદ જતા રહ્યા હોવાની જે તે સમયે ચર્ચા ઉઠી હતી.

હાલમાં વડોદરા ફાયર બ્રિગેડમાં ફરજ બજાવી રહેલા અને કોર્પોરેશન દ્વારા તેમને ટ્રેનિંગ માટે પણ મોકલ્યા હતા તે ફાયર ઓફિસર ને બદલે બહારના વ્યક્તિની ભરતી કરવા આ કારસો ઘડાયાનું ચર્ચાય છે. બદલાયેલા નિયમો અંગે ઇ. ચીફ ફાયર ઓફિસરનો પણ અભિપ્રાય લેવાયો નથી. ઇ.ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે કહ્યું કે, જે લોકોએ દરખાસ્ત બનાવી મંજૂર કરી તેઓ ટેકનિકલ વિષયના જાણકાર નથી. વડોદરાના અધિકારી હોય તો વધુ સારી સેવા આપી શકશે.

નવી ભરતી બાદ હાલના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે પદભાર સંભાળી રહેલા પાર્થ બ્રહ્મભટ્ટ માટે પણ લટકતી તલવાર સમાન સાબિત થશે. તેમની પાસેથી પણ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ લઇ નવી નિમણૂક થયેલા અધિકારીને સોંપાઈ શકે છે.બીજી તરફ સબ ઓફિસરની નિમણૂક મુદ્દે પણ ૩૦૦ કર્મીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

ધારાસભ્ય દ્વારા પણ આ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો
કોર્પોરેશનમાં ડેપ્યુટી ફાયર ઓફિસર તરીકે બદલાયેલા નિયમો અંગે ધારાસભ્ય શૈલેષ સોટ્ટા દ્વારા પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો જો કે કોર્પોરેશનના ગ્રાઉન્ડ ફ્લોરથી વિષય ઉપર બરફ મૂકવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...