વડોદરા મહાનગર પાલિકા લાખો નાગરિકોની પીવાના પાણી, ઊભરાતી ગટર અને ખખડધજ રસ્તાઓની સમસ્યાઓ ઉકેલવામાં ફાંફા પડી રહ્યાં છે ત્યારે હવે વડોદરાના સ્માર્ટ સિટીના રેન્કિગના સુધારા માટે બે કમિટીઓની રચના કરવામાં આવી છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) તરફથી મળેલી ભલામણો અનુસાર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરમાં ક્લાઈમેટ સ્માર્ટસિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક અને ‘કેપેસીટી બિલ્ડીંગ પ્રોજેક્ટ ઓન લોકાર્બન એન્ડ ક્લાઈમેટ રેસિલિયન્ટ સીટી ડેવેલોપમેન્ટ ઈન ઇન્ડિયા ફેઝ 2’ પ્રોજેક્ટ માટે મ્યુનિ.કમિશનરએ આ કમિટીઓની રચના કરી છે.
હાલમાં, શહેરની પ્રથમ ગ્રીનહાઉસ ગેસ એમીશન ઇન્વેન્ટરી અને સીમ્પ્લીફાઇડ કલાયમેટ એકશનપ્લાન તૈયાર કરાયા છે. કલાયમેટ રેસીલયન્ટ સીટી એકશનપ્લાન તૈયાર થઇ રહ્યો છે. જે કલાયમેટચેન્જથી થનાર ફેરફારો સામે જરૂરી પગલામાં મદદ કરશે. કમિટી ‘સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઇઝેશન’ કોન્ફરન્સમાં સુરતમાં કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગે શરૂ કરેલ શહેરી આઉટ કમસ ફ્રેમવર્ક માટે પણ કામ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.