• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 2 Children From The City Won Medals In The National Kudo Competition By Practicing For 3 Hours Daily With Online Guidance In Corona.

વડોદરાનું ગૌરવ:કોરોનામાં ઓનલાઇન માર્ગદર્શન લઈ રોજ 3 કલાક પ્રેક્ટિસ કરી કુડોની નેશનલ સ્પર્ધામાં 2 બાળકે મેડલ જીત્યાં

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
હિમાચલ પ્રદેશમાં કુડોની નેશનલ સ્પર્ધામાં મેડલ મેળવનાર શ્રીધર પંડ્યા અને સ્વરા કહાર. - Divya Bhaskar
હિમાચલ પ્રદેશમાં કુડોની નેશનલ સ્પર્ધામાં મેડલ મેળવનાર શ્રીધર પંડ્યા અને સ્વરા કહાર.
  • દેશભરનાં 1 હજાર બાળકોમાંથી 9 વર્ષના શ્રીધરે સિલ્વર અને 11 વર્ષની સ્વરાએ બ્રોન્ઝ મેળવ્યો

કરાટેના એક પ્રકાર કુડો ફાઇટની રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશનાં 1 હજાર સ્પર્ધકો વચ્ચે શહેરનાં 2 બાળકોએ સિલ્વર-બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા છે. કોરોનામાં ઓનલાઇન માર્ગદર્શન મેળવી રોજ 3થી 4 કલાક પ્રેક્ટિસને કરી બંને બાળકોએ આ સિદ્ધિ મેળવી છે.શહેરના 9 વર્ષના શ્રીધર નૈષધ પંડ્યાએ કુડોની નેશનલ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી બીજા ક્રમે જીત મેળવી હતી. વડસરમાં રહેતાં બાઈક રાઇડર ખુશ્બુબેનના પુત્રે 1 હજાર વિદ્યાર્થીઓમાં વડોદરાનું નામ ઉજ્જવળ કર્યું હતું.

કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 14 થી 20 ફેબ્રુઆરી સુધી હિમાચલ પ્રદેશના સોલન ખાતે નેશનલ ટુર્નામેન્ટ અને કુડો ફેડરેશન કપનું આયોજન કરાયું હતું. શહેરના સુરજીતસિંહ પઢિયાર પાસે તૈયાર થયેલા શ્રીધરે બંને ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યા હતા. ઉપરાંત અકોટાની 11 વર્ષીય સ્વરા કહારે ફેડરેશન કપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

કોરોના સમયમાં નેશનલ લેવલની ફાઇટમાં વિજય મળે તે માટે કોચ દ્વારા ઓનલાઇન તમામ ટેક્નિક શીખવાડાતી હતી. નેશનલ લેવલની સ્પર્ધા માટે તેના પરિવાર દ્વારા રોજ 3થી 4 કલાકની પ્રેક્ટિસ કરાવાતી હતી. સુરતમાં 13 તારીખે કાર્યક્રમ યોજી ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા બંને બાળકોનું સન્માન કરાશે.

કુડોમાં સ્ટેન્ડિંગ, ગ્રેપ્લિંગ, ગ્રાઉન્ડ ફાઇટનો સમન્વય
કુડોમાં 3 ટેક્નિક સ્ટેન્ડિંગ, ગ્રેપ્લિંગ અને ગ્રાઉન્ડ ફાઇટનો સમન્વય હોય છે. આ ફાઇટમાં પંચ સહિત તમામ ફાઇટ ફુલ કોન્ટેક્ટ ફાઇટ હોય છે, જેને પગલે આ ફાઇટ ખૂબ જ અઘરી હોય છે. કુડો ફાઇટને ગત વર્ષે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ માન્યતા આપી છે, જેથી નોકરી માટે સ્પોર્ટ્સ ક્વોટામાં આ ગેમમાં રહેલા લોકોને પણ સમાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...