રાજકારણ:ગુજરાત અર્બન કો.ઓ.બેંકમાં ભાજપના 2 ઉમેદવાર વિજયી, મતદારોને બેલેટ પેપર મોકલીને ચૂંટણી કરાઇ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 20 વર્ષથી ચૂંટાતા નારાયણ પટેલનો પરાજય

ગુજરાત અર્બન કો.ઓ.બેંક ફેડરેશનના વડોદરા શહેર-જિલ્લાના બે પ્રતિનિધીઓની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની પેનલમાંથી વડોદરા કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરમેન સતીષભાઈ પટેલ અને ઉમા કો.ઓપરેટિવ બેંકના ચેરમેન બચુભાઈ પટેલનો વિજય થયો હતો.

ગુજરાત અર્બન કો.ઓ.બેંક ફેડરેશનની ડાયરેક્ટરની ચૂંટણીમાં ભાજપ તરફથી સતીષ પટેલ અને બચુભાઈ પટેલ તેમજ કોગ્રેસની પેનલમાંથી કોગ્રેસના આગેવાન રમેશભાઈ પટેલ અને વુડાના પૂર્વ ચેરમેન નારાયણ પટેલ ઉમેદવારી નોંધાવી હતી. વડોદરા શહેર-જિલ્લાની 24 બેંકના મતદારોને બેલેટ પેપર મોકલવામાં આવ્યાં હતાં. આ બેલેટ પેપર પર મત આપી બેલેટ પેપર પરત પોસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાં 25 સપ્ટેમ્બરના રોજ મતગણતરી થતા ભાજપના ઉમેદવાર સતીષ પટેલને 15 મત અને બચુભાઈ પટેલને 12 મત મળતા તેઓ વિજયી બન્યાં હતાં. જ્યારે સામે કોંગ્રેસ તરફથી ઉમેદવાર રહેલા રમેશભાઈ પટેલને 11 મત અને નારાયણભાઈ પટેલ 8 મત મળતા તેઓની હાર થઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, વુડાના પૂર્વ ચેરમેન નારાયણભાઈ પટેલ છેલ્લા 20 વર્ષથી ચુંટણી જીતતા આવ્યાં હતાં. જો કે આ વખતની ચૂંટણીમાં તેમને માત્ર 8 મત મળતા પરાજયોનો સામનો કરવો પડયો હતો.

અન્ય સમાચારો પણ છે...