તૈયારી:ત્રીજી લહેરને પહોંચી વળવા માટે 270 તબીબની ફોજ તૈયાર કરાશે, SSGમાંથી ઇન્ટર્નશિપ કરતા 68 ડોક્ટરો બોલાવાયા

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાલિકાના આરોગ્ય વિભાગની કવાયત, 100 તબીબની ભરતી કરાશે

કોરોનાની ત્રીજી લહેરમાં બીજી લહેર કરતાં દર્દીઓનો વધારો થશે તે નક્કી છે ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ડોક્ટરોની એક ફોજ તૈયાર કરવા માટેની કવાયત હાથ ધરી છે. અંદાજે 270 ઉપરાંત ડોક્ટરો આ પરિસ્થિતિને પહોંચી વળવા કામે લગાડવા માટે આયોજન હાથ ધરાયું છે.

કોર્પોરેશનના 34 અર્બન હેલ્થ સેન્ટરમાં અત્યારે અંદાજે 70 જેટલા ડોક્ટરો ફરજ બજાવી રહ્યા છે, જ્યારે સયાજી હોસ્પિટલના ઇન્ટર્નશિપ કરતાં 68 ડોક્ટરોને કોર્પોરેશન દ્વારા કોરોનાની કામગીરી માટે બોલાવવામાં આવ્યા છે. આ સાથે રૂા. 60 હજારના માસિક વેતનથી એમબીબીએસ ડોક્ટર તેમજ 25 હજારના વેતનથી આયુર્વેદિક અને અન્ય ડૉક્ટરો મળી 100 ડોક્ટરની ત્રણ મહિના માટે ભરતી કરાશે.

કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અમલદાર દેવેશ પટેલે જણાવ્યું છે કે, એસીમાંથી કુલ 100 ડોક્ટર કોરોના મા કામે લગાડવામાં આવશે હોમઆઇસોલેશનમા રહેલા દર્દીઓ અને ધન્વંતરિ રથ સંજીવની રથ તેમજ ના ઓપીડિ માટે આ ડોક્ટરોની મદદ લેવામાં આવશે. બીજી લહેર માં દર્દીઓ હોસ્પિટલોમાં હોવાથી ત્યાં ડોક્ટર મળી રહેતા હતાં ત્યારે મોટાભાગે દર્દીઓ હોમ અાઇસોલેશનમાં આવશે જેથી વધુ ઘરને સમાવી શકાય અને ઘેર ઘેર દર્દીઓ અને આજુબાજુ નામ રહીશો અંગે પણ તપાસ કરીને સારવાર કરી શકાય તે માટે વધુ ડોકટરોની જરૂર પડશે.

60 વાહનો ધન્વંતરિ રથ માટે ભાડે લેવાયાં
કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકાર ની કોરોના ની ગ્રાન્ટ આવવાની મૌખિક હૈયાધારણ ને પગલે ૬૦ જેટલા ફોર વ્હીલર વાહનો ભાડે લેવામાં આવ્યા છે જે ધન્વંતરી રથ અને ચેકિંગ માટેની કામગીરી આ ઉપયોગી થશે આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ કોર્પોરેશનના અન્ય વિભાગ કરતા આ વાહનો સસ્તા ભાવે મળ્યા છે.

આયુર્વેદિક-હોમિયોપેથી તબીબોને સજ્જ કરાશે
​​​​​​​કોરોનાની બીજી લહેરમાં ડૉ.વિનોદ રાવ દ્વારા કોવિડ આર્મી તરીકે પેરામેડિકલ સ્ટાફને આયુર્વેદિક તેમજ હોમિયોપેથીક ડોક્ટરોનું 2 હજાર જેટલું સંખ્યાબળ ઊભું કરી કોવિડ આર્મીની રચના કરવામાં આવી હતી. ત્રીજી લહેરમાં આગામી સમયમાં આવી રચના થવાની શક્યતા જોવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...