ધરપકડ:ગોપાલપુરા ચેક પોસ્ટ નજીકથી 1 લાખના દારૂ સાથે 2 ઝડપાયા

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તતારપુર-શંકરપુરાની સીમમાંથી 71 હજારના દારૂ સાથે 1 પકડાયો

ગોપાલપુરા ચેક પોસ્ટ અને સુવાલજા રોડ પાસે કારમાંથી ગ્રામ્ય એલસીબીએ 1.04 લાખના દારૂ સાથે 2 આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય કિસ્સામાં તતારપુર-શંકરપુરા ગામની સીમમાંથી 71 હજારનો દારૂ ઝડપી પાડ્યો હતો.પોલીસે ગોપાલપુરા ચેક પોસ્ટ પર વોચ ગોઠવી બાતમીવાળી કાર અટકાવી ઝડતી લેતા તેમાંથી 1.04 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને 2 કાર સાથે 1 લાખના દારૂ સાથે દિવ્યાંગ પાટણવાડિયા અને રાહુલ પાટણવાડિયાને ઝડપી પાડી તેમની વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

બીજા કિસ્સામાં એલસીબીને બાતમી મળી હતી કે, વિશાલ ગોહિલ એક સ્કોર્પિયો કારમાં રુસ્તમપુરા તરફથી અંતરિયાળ રસ્તે પવળેપુર ગામ તરફ આવી રહી છે, જેથી પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસને જોતાં કાર પવળેપુર રોડ પરથી શંકરપુરા ગામની સીમમાં ભાગી ગઈ હતી. જેથી પોલીસે તેનો પીછો કરી તતારપુર-શંકરપુરા ગામની સીમમાંથી કાર ઝડપી પાડી હતી. તેમાંથી 76,300નો દારૂ જપ્ત કરીને કલ્પેશ પરમારને ઝડપી પાડ્યો હતો, જ્યારે વિશાલ ગોહિલને ફરાર જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...