બુધવારે સાંજે શહેરના એલ એન્ડ ટી સર્કલથી એરપોર્ટ તરફ જવાના રસ્તે વીવીઆઈપીને એસ્કોર્ટ સાથેના કાફલાને પસાર થવા અન્ય તરફનાે ટ્રાફિક બંધ કરી દેવાતાં ભારે ટ્રાફિક જામ થતાં અફરાતફરી મચી ગઇ હતી. હજારો વાહનચાલકો અટવાયા હતા.
છતીસગઢના પૂર્વ મંત્રી અને ઉતરાખંડના સ્પીકરના કાફલાને જવા દેવા માટે કરાયેલી વ્યવસ્થાના પગલે માત્ર 500 મીટરના આંતરે બે એમ્બ્યુલન્સ ફસાતાં વાત વધુ વકરી હતી ત્યારે ટ્રાફિક પોલીસની હાલત કફોડી થઇ ગઇ હતી. બુધવારે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ શહેરના કારેલીબાગ ખાતે આવેલા એલ એન્ડ ટી સર્કલથી લઇને એરપોર્ટ સર્કલ તરફ જવાના રસ્તે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં વાહનચાલકો અટવાઇ પડયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.