સામાજિક ન્યાય અને કલ્યાણ મંત્રી તથા વડોદરા જિલ્લા પ્રભારી મંત્રી પ્રદીપ પરમાર વડોદરા ખાતે સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા ખાતે ગુજરાત વણકર સેવા સમાજની વડોદરા શાખા દ્વારા 19મો લગ્ન મહોત્સવ યોજાયો હતો. જેમાં 13 યુગલોએ સપ્તપદીના ફેરા ફરી પ્રભુતામાં પગલાં માંડયાં હતાં. મહાનુભાવોએ નવદંપતીને આશિર્વાદ પાઠવી દામ્પત્ય જીવન ખુશખુશાલ રહે એવી શુભેચ્છાઓ આપી હતી
આ પ્રસંગે અધિક કલેક્ટર ગોપાલ બામણિયા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી પી.આર. ઝાલા, ગુજરાત વણકર સેવા સમાજ અમદાવાદના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ, કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલા, ગુજરાત વણકર સેવા સમાજની વડોદરા શાખાના કારોબારી સભ્યો ગોરધનભાઈ આર્ય, મુકેશભાઈ કોલસાવાલા, પી.એમ.ચાવડા, શંકરભાઈ એમ. પરમાર, મિત્તલબેન પટેલ પણ જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.