તસ્કરી:વડોદરાના માંજલપુરની શિવમ પાર્ક સોસાયટીમાં તબીબના ઘરે ચોરી,તસ્કરોએ  દાગીના સહિત 1.99 લાખની મત્તાનો હાથ ફેરો કર્યો

વડોદરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
બીજા દિવસે બપોરે પરત ફરતાં મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો(પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર) - Divya Bhaskar
બીજા દિવસે બપોરે પરત ફરતાં મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો(પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર)
  • પરિવાર કરજણથી પરત આવ્યો ત્યારે ચોરીની જાણ થઈ

કરજણ ખાતે આવેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એમ.એલ.ઓ. તરીકે ફરજ બજાવતા તબીબના વડોદરાના માંજલપુર વિસ્તારના મકાનમાં ત્રાટકેલા અજાણ્યા તસ્કરો સોનાના દાગીના અને રોકડા રૂપિયા સહિત 1.99 લાખની મત્તા ચોરી ફરાર થઈ જતા ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સામાન વેરવિખેર હતો
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા ડો. કવિતાબેન ભંડારી કરજણ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે એમ.એલ.ઓ. તરીકે ફરજ બજાવે છે. ૧૧ મી માર્ચના રોજ તેઓ પરિવાર સાથે કરજણ જવા નીકળ્યા હતા બીજા દિવસે બપોરે પરત ફરતાં મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો. અને ઘરનો સામાન વેરવિખેર નજરે ચડયો હતો.

પોલીસે તપાસ આદરી
તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ઘરમાં પ્રવેશ લો અજાણ્યો તસ્કર રૂપિયા 1.89 લાખના સોનાના ઘરેણા અને 10 હજાર રોકડા મળી 1.99 લાખની મત્તા ચોરી નાસી છૂટયો હતો. ચોરી થયેલા સોનાના દાગીનામાં 60 હજારની કિંમતના બે મંગળસૂત્ર, 75 હજારની કિંમતની 7 વીંટી, 30 હજાર કિંમતની ચેન , 15 હજાર કિંમતની બુટ્ટી, 9 હજારની કિંમતના પેનડન્ટનો સમાવેશ થાય છે. તબીબ પરિવારની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...