RTIમાં ઘટસ્ફોટ:વડોદરાના સયાજી બાગ ઝૂમાં ત્રણ વર્ષમાં 196 પક્ષી, પ્રાણી અને જળચર જીવોના મોત

વડોદરાએક મહિનો પહેલા
સયાજી બાગ (ફાઇલ તસવીર) - Divya Bhaskar
સયાજી બાગ (ફાઇલ તસવીર)
  • પ્રાણીઓના મોતના કારણ જુદા-જુદા
  • સયાજીબાગ ઝૂમાં પ્રાણી અને પક્ષીઓ લેનારની સંખ્યા ઘટી
  • મંજૂર મહેકમ કરતા ઝૂમાં સ્ટાફ ઓછો હોવાનું પણ સામે આવ્યું

વડોદરા મહાનગર પાલિકાના સયાજી બાગ ઝૂ વિભાગમાં RTI એક્ટિવિસ્ટ અતુલ ગામેચીએ માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી માગવામાં આવી હતી કે છેલ્લા ત્રણ વર્ષમાં સયાજી બાગ ઝૂ ખાતે કેટલા પક્ષી પ્રાણી જળચર જીવોના મરણ થયા હતા ત્યારે ઘટસ્ફોટ થયો છે કે એપ્રિલ 2019 થી 31 માર્ચ 2020 સુધીમાં (71 ), એપ્રિલ 2020 થી 31 માર્ચ 2021 (59) અને એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 માં (66 ) જેટલા પક્ષી પ્રાણીઓ,જળચર જીવો મરણ પામ્યા હતા એટલે કે ત્રણ વર્ષમા કુલ 196 જેટલા પક્ષી પ્રાણી અને જળચર જીવો અલગ અલગ કારણોસર મરણ પામ્યા છે.

દત્તક લેનારાઓની સંખ્યા ઘટી
ઝૂ વિભાગમાં દત્તક પક્ષી પ્રાણી અને જળચર જીવોને વર્ષમાં 2019/20 મા 12 લોકોએ દત્તક લીધા હતા જેમાં 1,41,500/- નાણાં આવ્યા હતા તેમજ 2020/2021 મા 11 લોકોએ 1,35,500 નાણાં આવ્યા અને 2021/2022 મા 8 લોકોએ 1,18,000 નાણાં દત્તક પક્ષી પ્રાણી તેમજ જળચર જીવો માટે ઝૂ વિભાગને ચૂકવ્યા હતા તેમાં પણ દર વર્ષે દત્તક લેનારની સંખ્યા ઓછી થઇ ગઈ છે.

અતુલ ગામેચએ જણાવ્યું હતું કે, ઝૂ વિભાગમા વાર્ષિક ઇજારાથી માછલી, મટન,ઘાસ, શાકભાજી, અનાજ, ઈંડા, ફળફળાદી, દાણ માટે વર્ષ 1920/2020 મા 47,46,024, વર્ષ 2020/2021 મા 1,00,36,000 અને વર્ષ 2021/22 માં 1,25,69,608 નાણા ચૂકવવામાં આવ્યા હતા એટલે કે કુલ ત્રણ વર્ષમાં 2,73,51,632 ચૂકવ્યા છે તેવી માહિતી આપેલ છે ત્યારે શુ કોન્ટ્રકટરો દ્વારા નિયમિત ઝૂ વિભાગમા વાર્ષિક ઇજારાથી માછલી, મટન,ઘાસ, શાકભાજી, અનાજ, ઈંડા, ફળફળાદી, દાણ આપવામાં આવે છે તો પીંજરામાં કેમ કઈ પણ દેખાતું નથી?

ઝૂમાં મંજૂર સંખ્યા કરતા ઓછો સ્ટાફ
સયાજીબાગ ઝૂ વિભાગમા વર્ષ 2020 શિડયુલ 140 ની માહિતી મા કુલ મંજૂર થયેલ જગ્યા 18 જેમાં 8 ભરાયેલ અને 10 ખાલી તેમજ શિડયુલ 141 ની માહિતી મંજૂર થયેલ જગ્યા 61 ભરાયેલ જગ્યા 24 અને 37 ખાલી જગ્યા અને શિડયુલ 142 ની માહિતીમાં મંજુર થયેલ જગ્યા 12 ભરાયેલ જગ્યા 1 અને ખાલી જગ્યા 11 છે.

અન્ય સમાચારો પણ છે...