તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:ઓનલાઇન સસ્તી વસ્તુ શોધવા જતાં 193 લોકોએ 5 લાખથી વધુ ગુમાવ્યા

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એનઆરઆઇએ મોબાઇલ મંગાવ્યા બાદ ન ફોન આ વ્યો કે ન પૈસા પરત મળ્યા

નિઝામપુરામાં નિલકમલ સોસાયટીમાં રહેતા એનઆરઆઇ મુકેશભાઈ રાઘવજીભાઇ પટેલે સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ભારત અને કેનેડાનું નાગરિકત્વ ધરાવે છે અને કેનેડાની કંપનીમાં પ્રોજેક્ટ મેનેજરની પોસ્ટ પર કામ કરે છે. તેઓ અવારનવાર ભારત આવે છે ગત 26 જૂને તેઓ ભારત આવ્યા હતા ત્યારે તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જાહેરાત જોઈ હતી. જેમાં વેબસાઈટ ઓપન કરતાં તેમાં મોબાઇલ 2999 ની કિંમતમાં વેચવા મુકેલો હોવાનું જોયું હતું. સામાન્ય રીતે આ ફોનની કિંમત 7 હજાર હોવાથી તેમણે ફોન લેવા તેમાં દર્શાવેલ પ્રક્રિયા મુજબ પ્રક્રિયા કરી હતી. તેમણે કાર્ડ દ્વારા પેમેન્ટ કર્યું હતું.

જોકે ખાતામાંથી પૈસા કપાઇ ગયા પછી પણ મોબાઈલ ફોન મળ્યો ન હતો અને પૈસા પરત કર્યા ન હતા. જેથી તેમણે સાઇબર ક્રાઇમ બ્રાંચમાં અરજી આપી હતી. પોલીસે તપાસ કરતા શહેરમાંથી મુકેશ પટેલની જેમ અન્ય 193 લોકો સાથે આ પ્રકારે ટ્રાન્ઝેક્શન થયા હોવાનું અને તેમની સાથે ઠગાઇ કરી હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે દિલ્હીના ચાર જણા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

નાણા દિવ્યાશું જૈનના ખાતામાં ટ્રાન્સફર
પોલીસે તપાસ કરતા આ પૈસા દિલ્હીના દિવ્યાંશુ મનોજ જૈનના ખાતામાં ટ્રાન્સફર થયા હોવાનું બહાર આવ્યું હતું અને આ કંપનીના ડાયરેક્ટર અંકિત વિજય જૈન અને સ્વાતિ મિતલ હોવાનું તથા તેમાં અમિત જૈન નામના શખ્સની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો