વડોદરા ક્રાઇમ ન્યૂઝ:વડોદરામાં હોટલમાં જમવા ગયેલા મિત્રોની પાર્ક કરેલી કારમાંથી 1.92 લાખની કિંમતના બ્રેસલેટની ચોરી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બ્રેસલેટ ઓસ્ટ્રેલીયા રહતી સહેલી મોકલવાનું હતુ

ઓસ્ટ્રેલિયા ખાતે રહેતી મિત્રને તેનું સોનાનું બ્રેસલેટ પહોંચતું કરવા નીકળેલા મિત્રો સેવાસી ખાનપુર પાસેની હોટલમાં જમવા બેસતા અજાણ્યા તસ્કરો કારનો કાચ તોડી રૂપિયા 1.92 લાખની કિંમતનું સોનાનું બ્રેસલેટ ચોરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગેની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે સી.સી. ટી.વી. ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. અને આ બનાવ અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ જઇ રહેલા મિત્ર સાથે બ્રેસલેટ મોકલવાનું હતુ
શહેરના વાઘોડિયા રોડ ખાતે રહેતી પાયલ પંડ્યા ખાનગી કંપનીમાં ટેકનિકલ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, 10મી જુલાઈના રોજ મારી એનઆરઆઇ મિત્ર ધ્રુપલ પટેલ ( હાલ રહે - ઓસ્ટ્રેલિયા., મૂળ રહે - વાઘોડિયા રોડ) એ જણાવ્યું હતું કે , મારું સોનાનું બ્રેસલેટ મારા ઘરેથી લઈ અમદાવાદથી ઓસ્ટ્રેલિયા આવનાર હર્ષ મોદીને આપવાનું છે. જેથી મિત્ર વર્તુળમાં સૌરભ રાજપુત અમદાવાદ જવાનો હોવાથી તેની સાથે સોનાનું બ્રેસલેટ મોકલવાનું નક્કી કર્યું હતું.

ડ્રાઇવર સાઇડનો કાચ તોડી ગઠીયો બ્રેસલેટ ચોરી ગયો
જેથી હું મારા પતિ કૃણાલ પંડ્યા, સુખજીત સિંગ પડ્ડા અને કૃણાલ પરીખ કારમાં સોનાનું બ્રેસલેટ લઈ આપવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન સેવાસી ખાનપુર રોડ ઉપર આવેલી ધ બોમ્બે કિચનની બહાર પાર્કિંગમાં કાર પાર્ક કરી જમવા માટે ગયા. જ્યાં અજાણ્યો તસ્કર કારનો ડ્રાઇવર સાઈડના દરવાજાનો કાચ તોડી સોનાનું બ્રેસલેટ ચોરી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. કારના કાચ તોડી બ્રેસલેટની ચોરી થતાં ચકચાર મચી ગઇ હતી.

હોટલથી 50 મીટર દૂર કાર પાર્ક કરવામાં આવી હતી
આ બનાવ અંગેની તપાસ કરી રહેલા તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. દેવેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, હોટલથી પચાસ મીટરના અંતરે કાર પાર્ક કરવામાં આવી હતી. હોટલની બહાર સિક્યુરીટી પણ રાખવામાં આવી છે. અને હોટલની બહારની સાઇટમાં સી.સી. ટી.વી. પણ લગાવવામાં આવ્યા છે. આમ છતા, ગઠીયા કારના કાચ તોડી બ્રેસલેટની ચોરી કરી ગયા હતા. હાલ સીસી ટી.વી. ફૂટેજ મેળવી તપાસ શરૂ કરવામાં આવી છે.