ચોર ટોળકીનો પર્દાફાશ:વડોદરામાં ચોરીના 4 ગુનામાં સંડોવાયેલો 19 વર્ષનો ચિન્ટુ ઝડપાયો, હજુ 3 આરોપી ફરાર

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
આરોપી જશુસિંગ ઉર્ફે ચીન્ટુ રાણાસિંગ સિકલીગર - Divya Bhaskar
આરોપી જશુસિંગ ઉર્ફે ચીન્ટુ રાણાસિંગ સિકલીગર
 • પોલીસે 2 બાઇક સહિતનો ચોરીનો સામાન જપ્ત કર્યો

વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં ચોરીના 4 ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપી લઇ બાઇક, દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે તેમને બાતમી મળી હતી કે, એકતાનગર નાકા પાસેથી આરોપી જશુસિંગ ઉર્ફે ચીન્ટુ રાણાસિંગ સિકલીગર (ઉં.વ.19), (રહે. સાઇડ એન્ડ સર્વિસ ઝુપડપટ્ટી, એકતાનગર, આજવા રોડ, વડોદરા) ચોરીના સામાન સાથે હાજર છે. જેથી બાપોદ પોલીસની ટીમે દરોડો પાડી જશુસિંગ ઉર્ફે ચિન્ટુને ઝડપી લીધો હતો.

ચોરીનો કેટલો મુદ્દામાલ કબજે કર્યો

 • એક હોન્ડા સાઇન બાઇક
 • એક હિરો પેશન બાઇક
 • ચાંદી જેવી સફેદ ધાતુની ઝાંઝરની એક જોડ
 • કાંડા ઘડિયાળ
 • એક છોડી ચાંદીના છડા
 • સોનાટા કંપનીની જે્ન્ટસ ઘડિયાળ
 • નાના બાળકની હાથમાં પહેરવાની લક્કી
 • પરમાર રણજીસિંહ ભાથીભાઇના નામની એચ.ડી.એફ.સી. બેંકની પાસબુક
 • પરમાર રણજીતસિંહના નામનું બેંક ઓફ બરોડાનું ડેબિટ કાર્ડ
 • લાખંડનું વાદરી પાનું, તૂટેલી કાતર, ડિસમિસ

હજુ ત્રણ આરોપી ફરાર
અત્રે ઉલ્લેખનીય છે કે, ચિન્ટુના સાગરીત જસપાલસિંગ ઉર્ફે ગુરુમુખસિંગ સિકલીગર, કબીરસિંગ જોગીંદરસિંગ સિકલીગર અને શાબાજ ઉર્ફે સેબાજ પઠાણ હજુ પણ ફરાર છે.

અન્ય સમાચારો પણ છે...