ઉમેદવારોની ચર્ચા:ચૂંટણી જંગમાં 19 અપક્ષ ઉમેદવાર મેદાને, સૌથી વધુ અકોટા બેઠક પર

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું
  • ચૂંટણી પૂર્વે ભાજપને પ્રેશરમાં લાવનાર 2 ઉમેદવારોને પ્રેશર કૂકરનું ચિહ્ન અપાયું

વિધાનસભા ચૂંટણીને લઈ સોમવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. જોકે એક પણ ફોર્મ પરત ખેંચવામાં આવ્યું નહોતું. બીજી તરફ અપક્ષ ઉમેદવારોને ચોક્કસ ચૂંટણી ચિહ્ન આપવામાં આવે છે તે જ રીતે વડોદરા જિલ્લાની બે બેઠકના 3 ઉમેદવારોની ઉમેદવારી સૌથી વધારે ચર્ચામાં રહી છે.

વાઘોડિયા અને પાદરા વિધાનસભાના અપક્ષ ઉમેદવારને ચૂંટણી ચિહ્ન આપવામાં આવ્યું છે અને આ ચિહ્નોને લઈને ઉત્સુકતા થાય તેવી બાબતો પણ જોવા મળી રહી છે. જે બે ઉમેદવારોને કારણે ભાજપ ઉપર જીતનું પ્રેશર વધી રહ્યું છે તેવા ઉમેદવારોને પ્રેશર કૂકરનું ચિહ્ન આપવામાં આવ્યું છે.

વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા પાદરાના દિનેશ પટેલ (દિનુ મામા)ને ચૂંટણી પંચ દ્વારા પ્રેશર કૂકરનું ચિહ્ન આપવામાં આવ્યું છે. વડોદરા શહેર જિલ્લાની 10 બેઠક પર 19 અપક્ષ ઉમેદવારો મેદાને છે. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ તમામ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થયું છે.

ભાજપમાંથી ટિકિટ નહીં મળતા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ચૂંટણીપંચ દ્વારા શેરડી સાથે ખેડૂતનું ચિહ્ન આપવામાં આવ્યું છે. ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ મધુ શ્રીવાસ્તવે અપક્ષ લડવાની જાહેરાત કરી હતી. વાઘોડિયામાં ભાજપમાંથી ટિકિટ ન મળતા બે ઉમેદવારોએ અપક્ષ ફોર્મ ભર્યાં છે. બંનેને ચૂંટણીનાં ચિહ્ન અપાયાં છે.

કયા અપક્ષ ઉમેદવારને કયું ચૂંટણી ચિહ્ન અપાયું?

વિધાનસભાઉમેદવારના નામચિહ્ન
સાવલીરાજેશ પરમારફૂટબોલ
સાવલીવિજય મહિડાશિપ
વાઘોડિયાધર્મેન્દ્રસિંહ વાઘેલાપ્રેશર કૂકર
વાઘોડિયામધુ શ્રીવાસ્તવશેરડી કિસાન
ડભોઈયુસુફ ફાટિયાકેમેરા
ડભોઈરોહિત કુષ્ણ્રકાંતકોટ
ડભોઈહેમંત પરમારબેટ
વડોદરા શહેરઅંકિત રજવાડીએપલ
સયાજીગંજધવલ ચવાણગેસ સિલિન્ડર
અકોટાજતિન શાહશેરડી કિસાન
અકોટાદિનેશ વ્યાસડાયમન્ડ
અકોટાદિપક પાલકરબેટ્સમેન
અકોટારાહુલ વ્યાસરોબોટ
રાવપુરાઈમરાન મન્સુરીઓટો રિક્ષા
રાવપુરાહાર્દિક દોશીબેટ
માંજલપુરપીયુષ પટેલશેરડી કિસાન
પાદરાદિનુ મામાપ્રેશર કૂકર
પાદરાલક્ષ્મણ સોલંકીબકેટ
કરજણરમણ વસાવારોડ રોલર
અન્ય સમાચારો પણ છે...