તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • 18,000 Votes Stolen From Professor's Car While Walking In Vadodara's Kamatibagh, Stolen From Senior Executive's Car In Insurance Company

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે કારના કાચ તોડીને ચોરી:વડોદરાના કમાટીબાગમાં વોકિંગ કરવા ગયેલા પ્રોફેસરની કારમાંથી 18 હજારની મત્તાની ચોરી, ઇન્સ્યોરન્સ કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવની કારમાંથી ચોરી

વડોદરા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વડોદરા શહેરમાં કારના કાચ તોડીને ચોરી કરતી ગેંગ સક્રિય થઇ છે

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કારના કાચ તોડી ચોરીની ઘટનાને અંજામ આપતી ગેંગ સક્રિય થઇ છે. 15 દિવસ અગાઉ કારના કાચ તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ફરી વખત બે કારને ટાર્ગેટ કરીને કારના કાચ તોડી તસ્કરોએ ચોરીની બે અલગ-અલગ ઘટનાને અંજામ આપ્યો છે.

કમાટીબાગમાં વોકિંગ કરવા ગયા અને કારમાંથી ચોરી
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા મીરા એપાર્ટમેન્ટમાં રહેતા શગુફા કાપડિયા MS યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. નોકરી પરથી પરત ફરતા સમયે તેઓ કમાટીબાગના ગેટ નં-2 પાસે પોતાની કાર પાર્ક કરીને કમાટીબાગમાં વોકિંગ કરવા માટે ગયા હતા. જ્યાંથી પરત ફરતા કારના પાછળના દરવાજાનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો અને તપાસ કરતા પાછળની સીટ ઉપર મૂકેલુ લેધરનું બેગ ગાયબ હતું. જે બેંકમાં રૂપિયા 10 હજારની કિંમતનું એપલ કંપનીનું આઇપોડ, રૂપિયા 2500ની કિંમત મોબાઈલ ચાર્જર, 1800 રૂપિયાની કિંમતની હાર્ડ ડિસ્ક તથા રોકડા રૂપિયા 5,000 અને અગત્યના કાગળો હતા. બનાવ સંદર્ભે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મોલમાં ફરવા ગયા તે સમયે કારમાંથી ચોરી
બીજા બનાવમાં વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી નંદનગર સોસાયટીમાં રહેતા સુમિતકુમાર આર્ય હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. ગત રવિવારે તેઓની રજા હોવાથી પરિવાર સાથે નિલાંબર સર્કલ ચાર રસ્તા પાસે આવેલા મોલમાં ફરવા માટે ગયા હતા, જ્યાં તેઓએ કાર બહાર રોડ ઉપર પાર્ક કરી હતી. મોલમાંથી પરત કારનો પાછળનો દરવાજાનો કાચ તૂટેલો જણાયો હતો. તપાસ કરતા પાછળની સીટ પર મૂકેલું તેમનું પત્નીનું પર્સ મળી આવ્યું ન હતું. જે પર્સમાં 6,000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન તેમજ અગત્યના કાગળો હતા. આ બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

દીકરી જમ્યાની ખુશીમાં અજાણ્યા ગઠિયાએ મુસાફરોને જ્યુસ પીવડાવી બેભાન કર્યાં
રાજસ્થાનના રહેવાસી રત્નારામ પુનારામ સેરવીના સબંધીનું અવસાન થયું હોય પરિવાર સાથે વતન જવા ચેન્નઈ જોધપુર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. 31 જાન્યુઆરીના રોજ રાત્રે તેમના કોચમાં મુસાફરી કરી રહેલા એક અજાણ્યા વ્યક્તિએ જણાવ્યું હતું કે, મારા ઘરે દીકરીનો જન્મ થયો છે, જેથી ખુશીમાં બધા માટે જ્યુસ લાવ્યો છું અને તે મારવાડી ભાષા બોલતો હોય વિશ્વાસ કેળવી લીધો હતો જ્યુસ પીતા જ તેમનો પરિવાર અને અન્ય પેસેન્જરો બેશુદ્ધ બની ગયા હતા બીજા દિવસે રત્નારામના ખિસ્સામાં મૂકેલા રોકડા રૂપિયા 5,000 મળી આવ્યા ન હતા બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો