મંજૂર / સ્ટ્રીટલાઈટની નિભાવણી માટે 1.80 કરોડ ખર્ચાશે, મંજૂરી માટે સ્થાયીમાં દરખાસ્ત રજૂ

1.80 crore will be spent for maintenance of streetlights
X
1.80 crore will be spent for maintenance of streetlights

દિવ્ય ભાસ્કર

Jun 11, 2020, 04:00 AM IST

વડોદરા. આર્થિક કરકસર કરવાની હોવા છતાં પાલિકાને સ્ટ્રીટ લાઈટના મરામત અને સંચાલન પાછળ 1.80 કરોડ રૂપિયાનો ખર્ચો કરવો પડે તેવી સ્થિતિ ઊભી થતાં તેની મંજૂરી માટે સ્થાયીમાં દરખાસ્ત રજૂ કરાઇ છે.શહેરમાં આવેલી સ્ટ્રીટ લાઈટના સંચાલન અને મરામત માટે ખાનગીકરણ કરવામાં આવ્યું છે.પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ ઝોનની સ્ટ્રીટ લાઈટના ઓએન્ડએમ માટેની ટેન્ડર પ્રક્રિયામાં વધુ સમય વ્યતિત થાય તેમ હોવાથી નવો ઇજારો થાય ત્યાં સુધી હાલની એજન્સી જોડે જ કામ કરાવવાની ભલામણ કરવામાં આવી છે. જેમાં પૂર્વ ઝોન માટે રૂ.60 લાખ, ઉત્તર ઝોન માટે રૂ.50 લાખ અને પશ્ચિમ ઝોન માટે રૂ.70 લાખના વધારાના ખર્ચાને પણ મંજૂર કરવાની માગણી કરવામાં આવી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી