અંધેર વહીવટ:કોન્ટ્રાક્ટરોના 8 બિલમાં 1.80 કરોડનું વધુ ચૂકવણું અટકાવ્યું, પાલિકાના ઓડિટ વિભાગે ક્ષતિઓ પકડી

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 8 પૈકી 6 બિલ માત્ર એફોર્ડબલ હાઉસિંગ વિભાગનાં હતાં

પાલિકાની ઓડિટ શાખાએ સતર્કતા દાખવી 8 બિલોમાં જ 1.80 કરોડનું વધુ ચુકવણું થતાં અટકાવ્યું હતું, જેનો ખુલાસો રિપોર્ટમાં થયો હતો. પાલિકાની ઓડિટ શાખાએ વર્ષ 2020-21 દરમિયાન 41,261 બિલોની ચકાસણી ચુકવણા પૂર્વે કરી હતી. વોર્ડ તેમજ ખાતાના તમામ ખર્ચના બિલ હિસાબી શાખા મારફતે ઓડિટ શાખામાં માન્યતા અર્થે રજૂ કરવામાં આવે છે, જેની ચકાસણી બાદ જ આ બિલનું ચુકવણું કરવામાં આવે છે. પાલિકાના ઓડિટ ટેબલે આવેલાં બિલો પૈકી 8 બિલોમાં વધુ રકમ ન ચૂકવાઇ જાય તેની તકેદારી રાખી હતી અને તેવી રકમની કપાત પણ કરાવી હતી.

ગત વર્ષમાં એફોર્ડબલ હાઉસિંગ સેલમાંથી ગુપ્તા કન્સ્ટ્રક્શનના બિલમાં રૂા. 14.41 લાખ, શાંતિલાલ પટેલના બિલમાં રૂા.20.13 લાખ, સાંઈ કન્સ્ટ્રક્શનના બિલમાં રૂા.14.18 લાખ, ચુનીલાલ પટેલના બિલમાં રૂા.12.35 લાખ, ડીઆર પટેલ ઇન્ફ્રાના બિલમાં રૂા.78.21 લાખ તો ગાયત્રી એન્ટરપ્રાઇઝના બિલમાં રૂા.14.22 લાખ વધુ આકારાતાં તેની કપાત કરવામાં આવી હતી. પાણી પુરવઠાના માધાણી અને એ.ઇ. ઇન્ફ્રાના બિલમાં પણ રૂા.11.14 લાખની કપાત કરવામાં આવી હતી. જેમાં રિલીઝ નોટ કરતાં વધુ બિલ બનાવવું, મેઝરમેન્ટમાં ભૂલ કરી વધુ બિલ બનાવવું, પેનલ્ટીની કપાત કર્યા વગર બિલ બનાવવા જેવી ક્ષતિ પકડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...