તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:માંજલપુરમાં 18 વર્ષની વિદ્યાર્થિનીનો ગળેફાંસો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પરિવારના સભ્યો સવારે ધાબા પરથી નીચે આવ્યા ત્યારે રોશનીએ આત્મહત્યા કરી હોવાની જાણ થઇ

શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી સ્વામી સૂર્યનારાયણ સોસાયટીમાં રહેતી વિદ્યાર્થીનીએ મકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. અલબત, વિદ્યર્થિનીના મોતના કારણ અંગે કોઇ વિગત બહાર આવી નથી. પોલીસના જણાવ્યા અનુસાર શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી સ્વામી સૂર્યનારાયણ સોસાયટીમાં સંતોષ માલસુરે રહે છે. તેઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેઓના પરિવારના ત્રણ સંતાનો છે. તેઓની એક 18 વર્ષની પુત્રી રોશની ધોરણ 10 પાસ કર્યા બાદ ઘરે તેની માતાને મદદ કરતી હતી. તેને આગામી સત્રમાં અભ્યાસ માટે મુકવાની ઘરમાં વાતો ચાલી રહી હતી.

મંગળવારે રાતે ઘરના બધા સભ્યો મકાનના ધાબા પર સુઈ ગયા હતા. જ્યારે રોશની નીચે સુઈ ગઈ હતી. દરમિયાન સવારે પરિવાર નીચે આવીને જોતા રોશની ઘરમાં જ ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. દિકરીએ આત્મહત્યા કરી લીધી હોવાનો જોતા જ પરિવારના સભ્યો સ્તબ્ધ થઇ ગયા હતા. આ બનાવની જાણ માંજલપુર પોલીસને કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવી હતી. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડી આશાસ્પદ વિદ્યાર્થિનીએ ક્યા કારણોસર આત્મહત્યા કરી છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...