સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિનું રક્ષણ:પોઈચામાં 18 યુનિ.ના કુલપતિ-પ્રોફેસરનો સંસ્કૃત શાસ્ત્રાર્થ થશે

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુરુકુળનું મહત્વ જેવા 11 વિષયો પર શાસ્ત્રાર્થ

નીલકંઠધામ પોઈચા ખાતે આગામી પહેલી અને બીજી ઓગસ્ટે રાષ્ટ્રિય સંસ્કૃત શાસ્ત્રાર્થ યોજાશે. જેનો ઉદ્દેશ્ય સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના રક્ષણ કરવાનો છે. આ શાસ્ત્રાર્થમાં કાશી-વારાણસી-તિરૂપતિ સહિત 18 યુનિવર્સિટીઓના કુલપતિઓ અને પ્રોફેસર પધારશે.આ બે દિવસના શાસ્ત્રાર્થમાં કુલ 11 વિષયો પર શાસ્ત્રાર્થ થશે.

ઉલ્લેખનિય છે કે, હાલ દેશની પ્રાચીન ભાષાઓમાંની એક સંસ્કૃતભાષા વિલુપ્ત થવાના આરે છે. સામાન્ય બોલચાલમાં સંસ્કૃતભાષાનો ઉપયોગ થઈ રહ્યો નથી. જ્યારે સંસ્કૃત ભાષાને વાંચતા કે લખતા પણ હાલની પેઢીને આવડતું નથી.ત્યારે સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે આ શાસ્ત્રાર્થ યોજવામાં આવશે.

પોઈચા મંદિરના પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર, 2 ઓગસ્ટે સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના અમૃત મહોત્સવ ઉપક્રમે આયોજીત રાષ્ટ્રીય સંસ્કૃત શાસ્ત્રાર્થનું દીપપ્રાગટય મહાનુભાવોના વરદ હસ્તે કરાશે.

અન્ય સમાચારો પણ છે...