• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 18 Percent GST On Garba! A Tax On Gujarat's Culture, One And A Half Lakh Players From Vadodara Rajkot Alone Will Have To Pay An Estimated Over 2 Crore GST To Play Garba

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:ગરબા પર 18% GST! માત્ર વડોદરા-રાજકોટના દોઢ લાખ ખેલૈયાઓએ ગરબા રમવા 2 કરોડ GST ચૂકવવો પડશે, રાજ્યભરમાં વિરોધ

વડોદરા7 દિવસ પહેલાલેખક: વિરાટ પાઠક
  • કૉપી લિંક
  • ગરબા પર ટેક્સથી છોકરાઓને 81 લાખ તો છોકરીઓએ 45 લાખ ટેક્સ ચૂકવવો પડશે
  • AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી GST હટાવવા માંગ કરી
  • વડોદરા શહેર કોંગ્રેસે ગરબે ઘુમી વિરોધ પ્રદર્શન કર્યું

2022ના વર્ષથી રાજ્ય સરકારે ગરબાના પાસ પર જીએસટી લાગુ કરતાં માત્ર વડોદરામાં જ 1 લાખ ઉપરાંત ખેલૈયાઓએ ગરબા રમવા માટે દોઢ કરોડથી વધુ રૂપિયા જીએસટી પેટે ચૂકવવા પડશે. જ્યારે રાજકોટના 50 હજાર ઉપરાંત ખેલૈયાઓએ પણ 1 કરોડથી વધુનો જીએસટી ભરવો પડશે. સરકારના આ નિર્ણયનો રાજ્યભરમાં વિરોધ થવા લાગ્યો છે.

વડોદરા શહેર કોંગ્રેસે કલેક્ટર કચેરી ખાતે ગરબા રમી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ ટેક્સ પરત ખેંચવા માંગણી કરી હતી.

વડોદરા શહેર કોંગ્રેસે ગરબા રમી GSTનો વિરોધ કર્યો હતો.
વડોદરા શહેર કોંગ્રેસે ગરબા રમી GSTનો વિરોધ કર્યો હતો.

આસ્થાનું અપમાન કરતા આવા GSTને હટાવો: આમ આદમી પાર્ટી
જ્યારે આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરી છે કે, આસ્થાનું અપમાન કરતા આવા GSTને હટાવો. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે,ગરબા ગુજરાતની પરંપરા છે, ગુજરાતની સંસ્કૃતિ છે અને કરોડો લોકોની આસ્થા ગરબા સાથે જોડાયેલી છે. ગુજરાત ગરબાને માતાજીની પ્રસન્નતા મેળવવાના પ્રસંગ તરીકે ઉજવે છે. પરંતુ નિમ્નકક્ષાની માનસિકતા ધરાવનાર ભાજપની સરકારે ગરબા રમવા ઉપર પણ 18 ટકા જેટલો GST ટેક્સ નાખ્યો છે.

સપ્ટેમ્બરથી શરૂ થતી નવરાત્રિ માટે યુનાઇટેડ વેએ 1 ઓગસ્ટથી પાસનું રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. 4100 રૂપિયાની પાસની કિંમત પર 738 રૂપિયા જીએસટી વસૂલાય છે.
સપ્ટેમ્બરથી શરૂ થતી નવરાત્રિ માટે યુનાઇટેડ વેએ 1 ઓગસ્ટથી પાસનું રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. 4100 રૂપિયાની પાસની કિંમત પર 738 રૂપિયા જીએસટી વસૂલાય છે.

સુરતના આયોજકોએ સિઝન પાસની જગ્યાએ ડેઇલી પાસનું આયોજન કર્યું છે, જે જણાવે છે કે, તેઓના ડેઇલી પાસ 499 રૂપિયાથી ઓછી કિંમતના હોવાથી જીએસટી લાગશે નહીં. સરકારે જીએસટી લાગુ કરતા વડોદરાના યુનાઈટેડ વે સહિત 4 મોટા ગરબા આયોજકો ઉપરાંત રાજ્યના મોટા ગરબા સંચાલકોએ ગરબાના પાસ પર 18 ટકા જીએસટી લાગુ કરી દીધો છે. જેનો સીધો ભાર ખેલૈયાઓના ખિસ્સા પર પડશે. આ ઉપરાંત ગરબા જોવા આવનારા દર્શકો જો ડેઇલી પાસ લઇને ગરબા જોવા જશે તો જીએસટી ચૂકવવો નહીં પડે. જો કે આયોજકોમાં હજુ પણ ગરબાના પાસ ઉપર જીએસટી બાબતે અસમંજસ છે.

જીએસટી કેટલી આવક ઉપરાંત ચૂકવવો પડશે અથવા કેટલા રૂપિયાના પાસ ઉપર જીએસટી ચૂકવવો પડશે તે અંગે દ્વિધામાં છે. છેલ્લા 22 વર્ષથી શહેરની યુવતીઓ-બહેનો માટે એન્ટ્રી ફ્રિ રાખી છે. મા શક્તિ ગરબાના જય ઠક્કરે જણાવ્યું હતું કે માં શક્તિ દ્વારા છેલ્લા 22 વર્ષથી શહેરની યુવતીઓ અને બહેનો માટે એન્ટ્રી ફ્રિ રાખી છે. માતાજીના ગરબા એ માં શક્તિની આરાધના છે,માં અંબેની આરાધના છે એટલે તેમાં રૂપીયા ન હોય,શહેર જે વિશ્વમાં સંસ્કૃતિ માટે વખણાય છે. તે સાંસ્કૃતિને જાળવી રાખવા અથાગ પ્રયત્ન કરાઈ રહ્યો છે.

2019 (અંદાજીત)

2022 (અંદાજીત) 18% GST

ગરબાબોયઝ સંખ્યા11000ગર્લ્સ સંખ્યા23000વિઝીટર પાસ સંખ્યા - 6000બોયઝ સંખ્યા- 11000ગર્લ્સ સંખ્યા - 23000વિઝીટર પાસ સંખ્યા - 6000

યુનાઈટેડ વે- વડોદરા

3500 પ્રતિ પાસ900 પ્રતિ પાસ400 પ્રતિ પાસ4100 + 738 GST = 4838 પ્રતિ પાસ1100+198 GST = 1298 પ્રતિ પાસ

400 પ્રતિ પાસ

(GST લાગુ નથી)

કુલ આવક3,85,00,0002,07,00,00022,00,0005,32,18,0002,98,54,00022,00,000

GST પેટે પાસના વધુ ચુકવવા પાત્ર રકમ

81,18,00045,54,000

ચણિયા ચોળી પર 5 ટકા થી 12 ટકાનો જીએસટી લાગશે

ચણિયા ચોળી પર 5 ટકા થી 12 ટકાનો જીએસટી લાગી રહ્યો છે. જેમાં રૂા.1 હજારથી નીચેની ચણિયાચોળી પર 5 ટકા અને રૂા.1 હજારથી વધુની ચણિયાચોળી પર 12 ટકાનો જીએસટી લાગી રહ્યો છે. જોકે સરકારે જ્યારથી જીએસટી લાગુ કર્યો છે ત્યારથી જ ચણિયાચોળી પર જીએસટી લેવાઈ રહ્યો છે.

અમે પાસ વેચતા નથી, ડોનેશન લઈએ છીએ છતાં નિયમો પાળીએ છીએ
અમે પાસ વેચતા નથી, ડોનેશન લઈએ છીએ. છતાં નિયમોનું પાલન કરીએ છીએ. ખેલૈયાઓ દ્વારા મળતી રકમ યુનાઈટેડ વે ચેરિટીમાં આપે છે. કોઈ રિફંડ આપવામાં નથી અપાતું. પરંતુ સરકારના સુચનને પગલે અમે જીએસટી સાથેનું ડિજિટલ પેમેન્ટ લઈએ છીએ.અને રિસિપ્ટ પણ આપીએ છીએ. - મીનેશ પટેલ, ટ્રસ્ટી, યુનાઈટેડ વે

કુરિયર ચાર્જ પણ લેવાશે
મહિલાઓના જે પાસનો ભાવ રૂ.200 તેમજ રૂ.300 છે.તેમાં કુરિયર ચાર્જ પણ લેવાશે. જોકે હજુ સુધી આ ચાર્જ કેટલો લેવો તે નક્કી નથી. - મયંક પટેલ, વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ

અન્ય સમાચારો પણ છે...