• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 18 Cows Being Transported In A Truck From Banaskantha To A Slaughterhouse In Maharashtra Were Rescued By Gaurakshaks Near Vadodara, Driver And Cleaner Arrested

ગાયોને બચાવી:બનાસકાંઠાથી ટ્રકમાં ભરીને મહારાષ્ટ્રમાં કતલખાને લઇ જવાતી 18 ગાયને વડોદરા પાસે ગૌરક્ષકોએ બચાવી, ડ્રાઇવર અને ક્લિનર ઝડપાયા

વડોદરા8 મહિનો પહેલા
તરસાલી બાયપાસ પાસે વોચ ગોઠવીને 18 જેટલી ગાયોને કતલખાને લઇ જવાતા બચાવી લીધી હતી
  • વડગામના કહેવાતા ગૌરક્ષકો ગાયોને કતલખાને લઇ જતા હોવાનો આક્ષેપ

કહેવાતા ગૌરક્ષકો દ્વારા ગાયોને કતલખાને મોકલવાના કૌભાંડનો વડોદરાની એસ.પી.સી.એ.ના પ્રમુખ વિહા ભરવાડે પર્દાફાશ કર્યો છે. આજે વહેલી સવારે ટ્રકમાં મહારાષ્ટ્ર ખાતે આવેલા વાલ્મીકી કતલખાને લઇ જવાતી 18 ગાયોને બચાવી તાલુકા પોલીસને સોંપી હતી. તેઓએ ગાયો ભરેલી ટ્રક સાથે ડ્રાઇવર અને ક્લિનરને પણ પોલીસ હવાલે કર્યાં હતા. આ બનાવની વિગત એવી છે કે, વડગામથી ગાયોને મહારાષ્ટ્ર ખાતે આવેલા કતલખાનામાં લઇ જવાતી હોવાની માહિતી વડોદરાની એસ.પી.સી.એ.ને મળી હતી. તેઓએ તરસાલી બાયપાસ પાસે વોચ ગોઠવીને 18 જેટલી ગાયોને કતલખાને લઇ જવાતા બચાવી લીધી હતી.

પૈસા લઈ ટ્રક છોડી દેવા માટે ધમકી પણ આપી હોવાનો આક્ષેપ
વડોદરા એસ.પી.સી.એ.ના કાર્યકર વિહાભાઇ ભરવાડે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ ગાયો બનાસકાંઠાના વડગામથી કહેવાતા ગૌરક્ષક અશોક ચૌધરીએ ભરાવી હતી અને અમદાવાદના કહેવાતા ગૌરક્ષક અનિકેત દ્વારા મહારાષ્ટ્ર ખાતે આવેલા વાલ્મીકી કતલખાનામાં મોકલવામાં આવી રહી હતી. અમે ગાયો ભરેલી ટ્રક પકડતા અનિકેતે પૈસા લઈ ટ્રક છોડી દેવા માટે ધમકી પણ આપી હોવાનો આક્ષેપ કર્યો હતો.

વડગામના કહેવાતા ગૌરક્ષકો ગાયોને કતલખાને લઇ જતા હોવાનો આક્ષેપ
વડગામના કહેવાતા ગૌરક્ષકો ગાયોને કતલખાને લઇ જતા હોવાનો આક્ષેપ

ગૌરક્ષકે પાંચ આરોપી સામે ફરિયાદ નોંધાવી
વિહાભાઇ ભરવાડે જણાવ્યું હતું કે, આ ગુનામાં અમે તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક, ક્લિનર તેમજ અમદાવાદના અનિકેત, ગાયો મોકલનાર અશોક ચૌધરી તેમજ ગાયો મંગાવનાર મહારાષ્ટ્રના વ્યક્તિ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી છે. વહેલી સવારે પોલીસ કંટ્રોલમાં કતલખાને લઇ જવાતી ગાયો પકડી હોવાની જાણ કરવા છતાં, પોલીસ સમયસર આવી નથી. જે પોલીસની ભૂમિકા અંગે શંકા ઉપજાવે છે.

ગાયો મંગાવનાર મહારાષ્ટ્રના વ્યક્તિ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી
ગાયો મંગાવનાર મહારાષ્ટ્રના વ્યક્તિ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી
અન્ય સમાચારો પણ છે...