સેવાસી ગામ પાસે ડીકેથ્લોન શો રુમની પાછળની દિવાલમાં બાકોરું પાડી સીસીટીવી કેમેરા ઊંચા કરીને બીમ ડીટેક્ટર તોડી નાખી પ્રવેશેલા તસ્કરોએ 1 લાખ રોકડા અને 64 હજારના સ્પોર્ટસનાં સાધનો અને ડીવીઆર મળીને 1.79 લાખની મતાની ચોરી કરી હતી. સેવાસીના ડીકેથ્લોન સ્પોર્ટસ પ્રા.લીના ઓપરેશન મેનેજર જીજો ફિલીપે નોંધાવેલી ફરિયાદ મુજબ શો રૂમની અંદર અને બહારના ભાગે 4 સીસીટીવી કેમેરા લગાવેલા છે અને 5 સિક્યોરિટી ગાર્ડ છે.
8 તારીખે રાત્રે તેમણે વકરાના રૂ.1.09 લાખ કેશપેટીમાં મૂકી કેશ પેટી લોકરમાં મૂકી હતી. સવારે તેઓ નોકરી પર આવી લોકર રૂમના દરવાજાનું ઇન્ટરલોક ખોલવા જતાં દરવાજો તૂટેલો અને સામાન વેરવિખેર જણાયો હતો. કેશપેટીમાં તેમણે મૂકેલા 1.09 લાખ ચોરી થયેલી જણાઇ હતી. તસ્કરોએ કેશ ડીપોઝીટ મશીનનો ઉપરનો ભાગ પણ તોડી અંદરના રૂમનો સીસીટીવી કેમેરો તોડી નાખી ડીવીઆર મશીનની પણ ચોરી કરેલી હતી. તાલુકા પોલીસે તપાસ આદરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.