તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 17,000 Units Of Blood Are Donated Annually To The Blood Bank Of Sayaji Hospital, Vadodara, Blood Center Conducts More Than 100 Blood Donation Camps

રક્તદાન મહાદાન:વડોદરાની સયાજી હોસ્પિટલની બ્લડ બેંકમાં વાર્ષિક 17 હજાર યુનિટ રક્ત ડોનેટ થાય છે, બ્લડ સેન્ટર 100થી વધુ રક્તદાન શિબિરો કરે છે

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરાની સયાજી હોસ્પિટલમાં બ્લડ બેંક છેલ્લા 57 વર્ષથી કાર્યરત છે - Divya Bhaskar
વડોદરાની સયાજી હોસ્પિટલમાં બ્લડ બેંક છેલ્લા 57 વર્ષથી કાર્યરત છે
  • દર્દીઓને રક્ત સેવા આપવા માટે સયાજી હોસ્પિટલમાં છેલ્લા 57 વર્ષથી બ્લડ સેન્ટર કાર્યરત છે
  • બ્લડ સેન્ટર સરકારી દવાખાનાઓને વિનામૂલ્યે અને ખાનગી હોસ્પિટલમાં નજીવા દરે બ્લડ આપે છે

તમને કોઇ પૂછે કે, વડોદરામાં લાયસન્સ નં. જી/729 કોનો છે અને શા માટે, કઈ પ્રવૃત્તિઓ કરવા આપવામાં આવ્યો છે તો તમે અવશ્ય મુંઝાશો. તો જાણી લો કે લાયસન્સ નંબર- જી/729 એ 57 વર્ષથી રક્ત સેવા દ્વારા દર્દીઓની જીવન રક્ષા માટે કાર્યરત વડોદરાની સયાજી હોસ્પિટલની બ્લડ બેંકને લોહીની જરૂરવાળા દર્દીઓને સેવાભાવી દાતાઓ પાસે રક્તદાન મેળવવા અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓ કરવા માટેનો પરવાનો આપવામાં આવ્યો છે. અગાઉના વર્ષોમાં સરેરાશ વાર્ષિક 10 હજારથી ઓછા રક્ત યુનિટોનું સ્વૈચ્છિક દાન સેન્ટરને મળતું હતું. જે 2019માં વધીને વાર્ષિક 17000 યુનિટ થયું અને અગાઉ સરેરાશ વાર્ષિક 50થી 60 રક્તદાન શિબિરો યોજાતી હતી, તે વધીને 100 થી 120 થઈ છે.

દર્દીઓને રક્ત સુલભ બનાવવાનું કામ બ્લડ બેંક કરે છે
રક્તદાન મહાદાન છે કારણ કે, જેમની જિંદગી પર જોખમ છે અને જેમનું જીવન સમાન ગ્રુપનું લોહી મળે તો બચી શકે, એમના માટે રક્તદાન જીવન રક્ષક આશીર્વાદ છે. અને સેવાભાવી રક્તદાતાઓ પાસેથી રક્ત મેળવીને જરૂરિયાતમંદ દર્દીઓને સુલભ બનાવવાનું કામ બ્લડ બેંક કરે છે. સયાજી હોસ્પિટલની બ્લડ બેંક વર્ષોથી હોસ્પિટલમાં સારવાર હેઠળના અને લોહીની આવશ્યકતાવાળા દર્દીઓ પાસેથી સખાવતમાં લોહી મેળવીને જરૂરિયાતવાળા દર્દીઓને આપવાનું પુણ્ય કાર્ય કરે છે. આ સંસ્થા તેની સાથે સમાજને જાગૃત કરીને સ્વૈચ્છિક રક્તદાન માટે પ્રેરણા આપવાનું કામ કરે છે.

બ્લડ સેન્ટર સરકારી દવાખાનાઓને વિનામૂલ્યે અને ખાનગી હોસ્પિટલમાં નજીવા દરે બ્લડ આપે છે
બ્લડ સેન્ટર સરકારી દવાખાનાઓને વિનામૂલ્યે અને ખાનગી હોસ્પિટલમાં નજીવા દરે બ્લડ આપે છે

9 ઘટક તત્વોમાં વિભાજિત કરી રક્તને વધુ ઉપયોગી બનાવે છે
સરકારી દવાખાનાના આ સરકારી બ્લડ સેન્ટરને તેનાથી આગળ વધીને 1998માં માત્ર હોલ બ્લડ નહીં પણ રક્ત ઘટકોના વિભાજનની અને ચોક્કસ જરૂરિયાત પ્રમાણેના રક્ત ઘટકો પુરા પાડવાની વધુ અદ્યતન સેવાની મંજૂરી આપવામાં આવી, જેના લીધે હવે ઉપલબ્ધ રક્ત જથ્થા દ્વારા એક જ સમયે એકથી વધુ દર્દીઓની રક્ત ઘટકોની આવશ્યકતા સંતોષી શકાય છે. 9 જેટલા ઘટક તત્વોમાં વિભાજિત કરીને રક્તને વધુ ઉપયોગી બનાવતી આ સુવિધા છે.

2009માં પ્રતિષ્ઠિત એનએબીએચ એક્રેડિશન મળ્યું
આ બ્લડ સેન્ટરે ઉત્તમ જીવન રક્ષક સેવાઓ આપવાની સાથે ક્રમિક વિકાસ સાધ્યો છે. જેને ધ્યાનમાં લઈને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ 2009માં આ સંસ્થાને પ્રતિષ્ઠિત એનએબીએચ એક્રેડિશન પ્રદાન કર્યું તો 2010માં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે 2 અનુસ્નાતકીય બેઠકો સાથે એમડી ઇમ્યુનોહિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝનના પીજી કોર્સ માટે માન્યતા આપી. તેના પગલે આ સેન્ટર સાથે સંલગ્ન રહીને 8 વિદ્યાર્થી તબીબોએ અનુસ્નાતકિય પદવી મેળવી છે અને હાલમાં દેશના અગ્રણી બ્લડ સેન્ટર્સમાં સેવાઓ આપી રહ્યાં છે.

બ્લડ સેન્ટરને 2014માં પ્લેટલેટ ફેરેસીસની પરવાનગી મળી
સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન ઐયરે જણાવ્યું હતું કે, પ્રગતિના વધુ એક ઉજ્જવળ સોપાનરૂપે સયાજી હોસ્પિટલના બ્લડ સેન્ટરને 2014માં પ્લેટલેટ ફેરેસીસની પરવાનગી આપવામાં આવી, જેના પગલે એફેરેસિસની પ્રક્રિયા દ્વારા સેલ સેપ્રેટરની મદદથી દર્દી/ દાતાના શરીરમાંથી તબક્કાવાર લોહીનો સમગ્ર જથ્થો યંત્રમાં લઈને તેમાંથી જરૂરી ઘટકો અલગ કરીને વધારાનું લોહી પાછું એમના શરીરમાં દાખલ કરી શકાય છે.

2010માં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે 2 અનુસ્નાતકીય બેઠકો સાથે એમડી ઇમ્યુનોહિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝનના પીજી કોર્સ માટે માન્યતા આપી હતી
2010માં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે 2 અનુસ્નાતકીય બેઠકો સાથે એમડી ઇમ્યુનોહિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝનના પીજી કોર્સ માટે માન્યતા આપી હતી

સરકારી દવાખાનાઓને વિનામૂલ્ય રક્ત સેવા આપે છે
આ સેન્ટર સરકારી દવાખાનાઓને વિનામૂલ્યે અને ખાનગી હોસ્પિટલોને દર્દીની આવશ્યકતાને અનુલક્ષીને સાવ નજીવા રાહત દરે રક્ત સેવા આપે છે. કોવિડ મહામારી દરમિયાન આ રોગથી મુક્ત થયેલા દાતાઓ પાસેથી કોવિડના પ્રતિકારની શક્તિનું અન્ય દર્દીઓના શરીરમાં સંવર્ધન કરે તે પ્રકારના બ્લડ પ્લાઝમા વિવિધ દવાખાનાઓને પૂરાં પાડયા હતાં. આ સમયગાળામાં સંક્રમણના ભયને લીધે રક્તદાન શિબિરો યોજવી શક્ય ન હતી, ત્યારે વારાફરતી દાતાઓને સેન્ટરમાં બોલાવીને સંપૂર્ણ તકેદારી સાથે લોહી મેળવવા સહિતના વિવિધ પ્રયાસો કરી લોહીનો પુરવઠો જાળવી રાખ્યો હતો.

વાર્ષિક 17000 યુનિટ બ્લડ મળે છે
સેન્ટર દ્વારા રક્તદાનથી તંદુરસ્ત માનવીના શરીરને કોઇ હાનિ થતી નથી. લેવામાં આવેલા રક્તની નિર્ધારિત સમયમાં આપોઆપ પૂર્તિ થઈ જાય છે અને ઉંમર તેમજ શરીરના વજનની નિર્ધારિત મર્યાદાને આધીન તંદુરસ્ત વ્યક્તિ દર 3 મહિને એકવાર રક્તદાન કરી શકે છે, એ પ્રકારની જાગૃતિ વ્યાપક બનાવવા સતત પ્રયાસો કરવામાં આવે છે. તેના ખૂબ સારા પરિણામો મળ્યા છે. અગાઉના વર્ષોમાં સરેરાશ વાર્ષિક 10 હજારથી ઓછા રક્ત યુનિટોનું સ્વૈચ્છિક દાન સેન્ટરને મળતું હતું. જે 2019માં વધીને વાર્ષિક 17000 યુનિટ થયું અને અગાઉ સરેરાશ વાર્ષિક 50થી 60 રક્તદાન શિબિરો યોજાતી હતી, તે વધીને 100થી 120 થઈ છે.

રક્ત ઘટકો પ્રિપેર કરવાની શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ મળ્યો
આ સેન્ટરના ઉમદા સેવા કાર્યની નોંધ લઇને 2016માં ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીએ આ સેન્ટરને 100 ટકા રક્ત ઘટકો પ્રિપેર કરવાની શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ પ્રદાન કર્યો હતો. રક્તદાન એ જીવન રક્ષક પ્રવૃત્તિ છે. સયાજી હોસ્પિટલનું બ્લડ સેન્ટર સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા ગરીબ અને લોહીની જરૂરિયાતવાળા દર્દીઓ માટે સલામત લોહી ઉપલબ્ધ કરાવવાની ઉમદા માનવીય પ્રવૃત્તિ કરે છે. જો તમે નિયમિત રક્તદાન કરતાં હો તો વર્ષમાં ઓછામાં ઓછું એકવાર આ સેન્ટરમાં આવીને રક્તદાન અવશ્ય કરજો.

અન્ય સમાચારો પણ છે...