તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેમ્પસ પ્લેસમેન્ટ:કોરોના વચ્ચે ટેક્નોલોજીના 170 વિદ્યાર્થીને નોકરી મળી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 60 કંપનીઓએ ભાગ લીધો

મ.સ.યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટીમાં કોરોના મહામારી વચ્ચે પણ 170 વિદ્યાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટ અંતર્ગત નોકરી મળી છે. 60 જેટલી કંપનીઓએ ઇન્ટર્વ્યુ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જોકે ગત વર્ષની તુલનામાં 20 ટકા ઓછું પ્લેસમેન્ટ થયું છે. સૌથી વધુ 11 લાખ રૂપિયાનું પેકેજ કમ્પ્યૂટર વિભાગના વિદ્યાર્થીને મળ્યું છે.

મ.સ. યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટીમાં ચાલુ વર્ષે કેમ્પસ પ્લેસમેન્ટમાં વિવિધ વિભાગોના 170 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી થઇ છે. કેમ્પસ પ્લેસમેન્ટની પ્રક્રિયામાં 60 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો. કેમ્પસ પ્લેસમેન્ટની પ્રક્રિયા ઓનલાઇન માધ્યમથી કરવામાં આવી હતી. જોકે ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે 20 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.

સૌથી વધુ પેકેજ કમ્પ્યૂટર વિભાગના વિદ્યાર્થીને મળ્યું હતું. 2020માં કોરોના મહામારીની શરૂઆત પછી લોકડાઉનના કારણે હજારો લોકોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે પરિસ્થિતિ થાળે પડ્યા પછી કંપનીઓ દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ કરાઇ હતી. ગત વર્ષે પણ યુનિ.ની ટેક્નોલોજી ફેકલ્ટીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટના માધ્યમથી નોકરીની તકો સાંપડી હતી.

અન્ય સમાચારો પણ છે...