તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જથ્થો ખૂટ્યો:રસીકરણ કેન્દ્ર પરના આયુષના 170 કર્મચારીઓને છૂટા કરાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રવિવારે પણ રસીની શક્યતા નહિવત

પાલિકાના આરોગ્ય વિભાગે આયુષ કર્મીઓને કોરાનાની બીજી લહેર ઓછી થતાં રસીકરણના રજિસ્ટ્રેશન માટે કેન્દ્રો પર મૂક્યા હતા. જે પૈકી 170 કર્મીને છૂટા કરાયા છે. જેથી રસીકરણ ફરી શરૂ થતાં લોકોને વધુ સમય કેન્દ્ર પર રાહ જોવી પડશે.

કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અમલદાર દેવેશ પટેલના જણાવ્યા મુજબ આ કર્મી સંજીવની અભિયાન હેઠળ ઘેર ઘેર ફરી કામગીરી કરતા હતા. કોરોનાની લહેર પૂરી થતાં રસીકરણ માટે મૂકાયા હતા. તમામનો કોન્ટ્રાક્ટ 1 જુલાઈથી પૂરો થતાં છૂટા કરાયા છે. રસીકરણ માટે આરોગ્ય વિભાગ કામગીરી કરશે.

સરકારે ગુરુ, શુક્ર, શનિ રસીકરણ બંધ કરવા નિર્ણય કર્યો છે. જોકે રવિવારે પણ રસીકરણની શક્યતા જણાતી નથી. આરોગ્ય અમલદાર જણાવ્યું કે, અમારી પાસે એક દિવસનો રસીનો જથ્થો છે. રસી મળવાની જાણ થશે તો આગલા દિવસથી રસીકરણ શરૂ કરીશું.

અન્ય સમાચારો પણ છે...