અપહરણ:રાજસ્થાની પરિવારની 17 વર્ષની દીકરી વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ગુમ, યુવક ભગાડી ગયો હોવાની સગીરાના પિતાને આશંકા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી

જોધપુર બેંગ્લોર એક્સપ્રેસ ટ્રેનમાં નિંદ્રાધિન પિતાની 17 વર્ષીય પુત્રી તકનો લાભ ઉઠાવી વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી પ્રેમી સાથે ફરાર થઇ ગઇ હતી. આ મામલે પિતાએ વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રેલવે પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા રેલવે સ્ટેશન પરથી સગીરા ગુમ થઇ
મૂળ રાજસ્થાનના રહેવાસી મુકેશભાઇ(નામ બદલ્યું છે) સુથારી કામ કરે છે. 19 ઓગસ્ટના રોજ તેઓ 17 વર્ષીય પુત્રી દિપીકા(નામ બદલ્યું છે) સાથે બેલહોગલથી લુણી ખાતે માતા-પિતાને મળવા નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ જોધપુર બેંગ્લોર એક્સપ્રેસ ટ્રેન કોચ નંબર-3માં મુસાફરી કરી રહ્યા હતા. વડોદરા રેલવે સ્ટેશન આવ્યા બાદ દિપીકા ગુમ થઈ ગઈ હતી.

લગ્નની લાલચે યુવક સગીરાને ભગાડી ગયાની શંકા
અત્રે નોંધનીય છે કે, વડોદરા રેલ્વે સ્ટેશન ખાતેના સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા તેમની પુત્રી ગેટની બહાર નીકળતી જોવા મળી હતી. મુકેશભાઇની સાસરી લુણીમાં રહેતો ચંદનસિંગ રાજપૂતને બેંગ્લોર ખાતે સુથારી કામ દરમિયાન દીપિકા સાથે છતાં પ્રેમ સંબંધ પાંગર્યો હતો. જેથી ચંદનસિંગ દિપીકાને પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હોવાની શંકા સગીરાના પિતાએ વ્યક્ત કરી છે.

પિતાએ દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવી
પરિવારજનોએ સગીર દીકરીની શોધખોળ કરવા છતાં કોઈ સગડ ન મળ્યા નહોતા, છેવટે સગીરાના પિતાએ વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં દીકરીનું અપહરણ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...