તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો:શહેરમાં ડેન્ગ્યૂના 17 અને ચિકનગુનિયાના વધુ 9 કેસ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મચ્છર-પાણીજન્ય બીમારીનો ઉપાડો
  • ઝાડા-ઊલટીના 64 અને તાવના 137 કેસો આવ્યા

સતત ત્રીજા દિવસે મચ્છરોને લીધે થતા ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસોમાં વધારો નોંધાયો હતો. પાલિકા દ્વારા જાહેર થતા રિપોર્ટમાં ડેન્ગ્યૂના 17 અને ચિકન ગુનિયાના 9 કેસ નોંધાયા હતા. જ્યારે ડાયેરિયાના 100 કેસ આવ્યા હતા.

દંતેશ્વર, શિયાબાગ,નવાયાર્ડ, એકતાનગર, ગોરવા, મકરપુરા, તરસાલી, સુભાનપુરા, જેતલપુરમાં ડેન્ગ્યૂના કેસો નોંધાયા હતા. જ્યારે ચિકનગુનિયાના કેસ તાંદળજા, ફતેપુરા, ગોત્રી, સુભાનપુરા, અકોટા તથા દિવાળીપુરામાં આવ્યા હતા.

બીજી તરફ પાણીજન્ય રોગ નિવારણ કામગીરી સરવેના રિપોર્ટ મુજબ શનિવારે ડાયેરિયા અને ઊલટીના 64 અને તાવના 137 કેસો નોંધાયા હતા. પાલિકાના તંત્ર દ્વારા શનિવારે 15,563 ઘરોની તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...