તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:16,744 લોકોને વેક્સિન સાથે 29% રસીકરણ પૂરું

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અત્યાર સુધી 2,75,630 લોકોને રસી અપાઈ
 • તમામ લોકોને ફ્રી રસી આપવા IMAનો PMને પત્ર

શહેરમાં મંગળવારે કુલ 16,744 લોકોને કોરોના રસી અપાઈ હતી. મંગળવારે 86 હેલ્થકેર વર્કર્સ, 72 ફ્રન્ટલાઇન વર્કર્સ ઉપરાંત 60થી વધુ વયના 7,213 લોકોએ અને 45થી 60 વર્ષ વચ્ચેના 9,373 લોકોએ રસી લીધી હતી. આ સાથે શહેરમાં 29.20 ટકા રસીકરણ પૂરું થયું હતું. શહેરમાં અત્યાર સુધી 2,75,630 લોકોએ રસી લઇ લીધી છે.

કોરોનાની બીજી લહેર વધી રહી છે અને તે જીવલેણ પણ સાબિત થઇ રહી છે ત્યારે સંક્રમણથી બચવા ઈન્ડિયન મેડિકલ એસો. દ્વારા કેન્દ્ર સરકારને પત્ર લખી રસીકરણ ફ્રી કરવા માગ કરાઈ છે. ઈન્ડિયન મેડિકલ એસો.ના ડોક્ટર પરેશ મજમુદારે જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે. જેનાથી બચવા 2 વિકલ્પ છે.

પહેલા વિકલ્પમાં 50 ટકા ઉપરાંત વસતી સંક્રમિત થઈ જાય તો બચી શકાય કે 50 ટકા ઉપરાંત લોકોનું રસીકરણ કરાય તો ઉગરી શકાય. જેથી ઈન્ડિયન મેડિકલ એસો.એ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી હતી કે, 18 વર્ષની વય જૂથથી તમામને રસી આપવા શરૂઆત કરવી જોઈએ. આ સાથે રસીકરણ ફ્રી કરવું જોઈએ. 250 રૂપિયા ખર્ચીને ખાનગી ડોક્ટરો પાસે રોજના 25 લોકો પણ રસી મુકાવા આવતા નથી, જ્યારે સરકાર દ્વારા અપાતી રસી લેવા 100થી વધુ લોકોની લાઈન પડે છે. જેથી કોઈ પણ કેમિસ્ટ રસી રાખી શકે અને કોઈ પણ ડોક્ટર ફ્રી રસી આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો