વડોદરા:1615 પરપ્રાંતિયો સ્પેશિયલ ટ્રેનમાં પશ્ચિમ બંગાળ જવા રવાના, 26 દિવસમાં 1.14 લાખ લોકો વતન પહોંચ્યા

વડોદરા3 વર્ષ પહેલા
  • વડોદરાથી 40 સ્પેશિયલ ટ્રેન 9 જેટલા રાજ્યો માટે દોડાવવામાં આવી હતી
  • સ્પેશિયલ ટ્રેનો, બસ અને ખાનગી વાહનો દ્વારા પરપ્રાંતિયો વતન પહોંચ્યા

વડોદરા રેલવે સ્ટેશન પરથી ગુરૂવારે રાત્રે પશ્ચિમ બંગાળ માટેની વધુ એક ટ્રેન દ્વારા 1615 જેટલા વધુ પ્રવાસીઓ રવાના થાય છે. અત્યાર સુધીમાં વડોદરાથી સ્પેશિયલ ટ્રેન અને અન્ય વાહનોમાં કુલ 1.14 પરપ્રાંતિયો વતન પહોંચ્યા છે. જેમાં 40 સ્પેશિયલ ટ્રેન દ્વારા મોકલવામાં આવેલા લોકોનો અંક વધીને અંદાજે 56,354 થયો છે.
40 સ્પેશિયલ ટ્રેનમાં 54,739 લોકોની વતન વાપસી થઇ
4 મેના રોજ પ્રથમ શ્રમિક સ્પેશિયલ ટ્રેનની વડોદરાથી લખનૌ માટે રવાના થઇ હતી. આ અભિયાન હેઠળ 40 જેટલી વિશેષ ટ્રેનો 6 રાજ્યો અને ઉત્તર પૂર્વના પ્રદેશો માટે દોડાવીને અત્યાર સુધીમાં 54,739 લોકોની વતન વાપસી થઇ છે. નોડલ અધિકારી અને નાયબ કલેકટર આર.પી. જોશીએ જણાવ્યું હતું કે, વડોદરાથી યુપી માટેની 29 ટ્રેનોમાં 39,793, બિહાર માટેની 7 ટ્રેનોમાં 9821, ઉત્તર પૂર્વની એક ટ્રેનમાં 923, ઝારખંડની 1 ટ્રેનમાં 1154, ઓરિસ્સાની 1 ટ્રેનમાં 1293 અને અને પશ્ચિમ બંગાળ માટેની બે ટ્રેનમાં 3361 પ્રવાસીઓને વતન મોકલવામાં આવ્યાં છે. 
વડોદરાથી બસો દ્વારા 20396 અને અંગત વાહનો દ્વારા 38,647 લોકોએ વતન પહોંચ્યા 
આ ઉપરાંત અમદાવાદ અને ભરૂચથી ઉપડેલી અને અન્ય વડોદરાથી પસાર થયેલી ટ્રેનોમાં આસામ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પૂર્વના રાજ્યો, તમિલનાડુ અને બિહારના 614 જેટલાં લોકોને બેસાડવાનું સંકલન કરવામાં આવ્યું હતું. વડોદરાથી બસો દ્વારા 20396 અને અંગત વાહનો દ્વારા 38,647 લોકોએ વતન પહોંચ્યા હતા. વડોદરા જિલ્લા કલેક્ટરે દ્વારા જુદા જુદા ઉચ્ચ અધિકારીઓને આ કામગીરી માટે નોડલ અધિકારી તરીકે નીમવામાં આવ્યા હતા અને શહેર તથા જિલ્લા પોલીસ તંત્ર, રેલવે તંત્ર અને આરોગ્ય તંત્ર તેમજ વડોદરા મહાનગરપાલિકા સહિત સહુએ તેમાં સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...