ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:‘રિઝર્વ બેંકમાં 16 હજાર કરોડ ફસાયા છે, 10 કરોડ આપો તો 8 હજાર કરોડ આપીશું’ કહી અમદાવાદના વેપારીને ઠગ્યો

વડોદરા24 દિવસ પહેલાલેખક: નીરજ પટેલ
  • કૉપી લિંક
આરોપીઓની તસવીર - Divya Bhaskar
આરોપીઓની તસવીર
  • નાણા મંત્રાલય અને રિઝર્વ બેંકમાં ફસાયેલી હજારો કરોડની રકમ કઢાવી આપે તેમને 50 ટકા રકમ આપવાની લાલચ આપી હતી
  • લાલચમાં વેપારીએ 2.81 કરોડ આપી દીધા, ટોળકીએ બેંગલોરના સુધીન્દ્ર વૈદ્યના રિઝર્વ બેન્કના ખાતામાં 16 હજાર કરોડ હોવાના બોગસ કાગળ બતાવ્યા
  • અરૂણ જેટલીની સહીવાળો ફાઇનાન્સ મિનિસ્ટ્રીનો બોગસ લેટર બનાવીને બતાવી દીધો

ફાઇનાન્સ વિભાગ અને પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીની સહી સાથેના કાગળ અને રિઝર્વ બેંકના ખાતાના બેલન્સ અને કાગળો બતાવીને રણુ ભરવાડ એન્ડ કંપનીએ કરોડોની છેતરપિંડી કરી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે જે માત્ર દિવ્ય ભાસ્કર ને ઠગ ટોળકી ની મોરસ ઓપરેન્ડીની સિલસિલા બધ્ધ વિગતો હાથ લાગી છે.

સુધિન્દ્ર વૈદ્યને મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સનો નાણામંત્રી અરૂણ જેટલીની સહિ સાથેનો અપાયેલો બોગસ મનાતો લેટર ઓફ કન્સિડરેશન.
સુધિન્દ્ર વૈદ્યને મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સનો નાણામંત્રી અરૂણ જેટલીની સહિ સાથેનો અપાયેલો બોગસ મનાતો લેટર ઓફ કન્સિડરેશન.

ક્રાઈમ બ્રાન્ચ ખાતે નોંધાયેલી 2.81 કરોડની છેતરપિંડીની ફરિયાદમાં ફરિયાદી એ જ મહત્વની માહિતી છૂપાવી હોવાંથી પોલીસ ને તપાસ અડચણ આવે એવી પરિસ્થિતિ ઉભી થઇ છે. માત્ર દિવ્ય ભાસ્કર ને બધા જ આરોપી અને ફરિયાદી એક જ જગ્યા એ ભેગા થયા હોવાની તસ્વીર હાથ લાગી છે.અને મોટી રકમ ની છેતર પીંડીની વિગતો મળી છે.

સુધીન્દ્ર વૈદ્યના રિઝર્વ બેંકના ખાતામાં રૂપિયા 16726 કરોડ ઉપરાંતનું બેલેન્સ બતાવતી એકાઉન્ટ સમરીનો સ્ક્રિન શોટ.
સુધીન્દ્ર વૈદ્યના રિઝર્વ બેંકના ખાતામાં રૂપિયા 16726 કરોડ ઉપરાંતનું બેલેન્સ બતાવતી એકાઉન્ટ સમરીનો સ્ક્રિન શોટ.

પોતાની જાત ને ભાજપના એક નેતાના ખાસ હોવાનું કહી દરેક વખતે ગુનામાં સંડોવણી હોવા છતાં છટકી જતાં રણુ ભરવાડ એન્ડ કંપનીની કરતૂતો પૈકી માત્ર એક જ બહાર આવી છે. હાલમાં નોંધાયેલી ફરિયાદમાં જે 2.81 કરોડની છેતરપિંડી થઈ છે એના મૂળ માં રિઝવ બેંક અને પૂર્વ મંત્રી અરૂણ જેટલી ની સહી સાથેના નાણાં મંત્રાલય નો એક કાગળ અને રિઝર્વ બેંક નું સોળ હજાર કરોડ ઉપરાંત નું બેલેન્સ હોવા નો સ્ક્રીન શોટ બતાવી અને આ રૂપિયા સરકાર માં ફસાયા છે એવી રજૂઆત કરી આ રકમ જે કઢાવી આપે એને 50 ટકા આપવાની તૈયારી દર્શાવતી હતી.

નાણાં મંત્રી અને રિઝર્વ બેંક નું બેલેન્સ ટોળકી પૈકી ના બેંગલોર માં રહેતા સુધીન્દ્ર ગણપતિ વૈદ માં નામે હોવાનુ બતાવી એ રૂપિયા કાઢવા પેહલા 10 કરોડ ભરવાના છે એમ કહી જે આપશે એને અડધા રૂપિયા એટલે કે આઠ હજાર કરોડ આપવા ની લાલચ આપવા માં આવતી હતી.મહારાષ્ટ્રના મનોજ નિકમ વડોદરા રહેતા રણુ ભરવાડ જોડે ઓળખાણ કરાવવા માટે સુધીન્દ્ર અને રામા રાવને લઈને અહી આવ્યો હતો બાદ માં રાધે બાપુ અને જીતેન્દ્ર અને બધાએ મળી ને કાવતરું રચ્યું હતું અને રણુના પુત્ર વિજય ભરવાડને સાથે અમદાવાદના ઉદ્યોગપતિ નુપલ નરેન્દ્રભાઇ શાહને અહી બોલાવી આખી સ્કીમ સમજાવી હતી. આઠ હજાર કરોડ મળવાની લાલચમાં આવી નુપલે ત્રણ કરોડ જેટલી રકમ જુદા જુદા સમયે ટોળકી ને આપી હતી.

એક અઠવાડિયા માં રૂપિયા આવી જસે એવું કહ્યા બાદ બધા એ ફોન બંધ કરી દઈ જવાબ આપવાનું બંધ કરતા પોતાની સાથે છેતર પીંડી થઈ હોવાનું માની નુપાલે લાંબા સમય અગાઉ ક્રાઈમ બ્રાન્ચ ને અરજી આપી હતી જેની ફરિયાદ હમણાં નોંધાઈ છે.

નૃપલને નાણાંનું રોકાણ કરવા માટે કહ્યું હતું
બેંગલોરથી સૌ પ્રથમ સુધીન્દ્ર વૈદ મિત્ર રામા રાવ સાથે મહારાષ્ટ્ર આવ્યા હતા જ્યાં મનોજ નિકમને મળી સોળ હજાર સાતસો છવિસ કરોડ ફસાયા હોવાનું જણાવી ૧૦ કરોડ રોકે એવા ભાગીદારની જરૂર છે જેને ૮ હજાર કરોડ આપવાનું કહ્યું હતું. ત્યાંથી વડોદરા રણુ ભરવાડ પાસે જતાં તે રાધેબાપુના ઝઘડિયા આશ્રમમાં લઇ ગયા હતા અને પછી અમદાવાદથી નુપલ ને બોલાવી ૧૦ કરોડ રોકવાથી આઠ હજાર કરોડ મળશે કામ બધું રાધે બાપુ કરશે એવું કહી ૩ કરોડ પડાવી લીધા હોવાનુ બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...