કાર્યવાહી:16,000 કરોડના બેંક લોન કૌભાંડી સાંડેસરા બંધુઓની સ્ટર્લિંગ બાયોટેકની 548 કરોડની સંપત્તિની હરાજી થશે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિતીન સાંડેસરા, ચેતન સાંડેસરા(ડાબેથી) - Divya Bhaskar
નિતીન સાંડેસરા, ચેતન સાંડેસરા(ડાબેથી)
  • કંપનીમા 2019માં ફડચા અધિકારી નિમ્યા, હાલમાં NCLTમાં કાર્યવાહી
  • 9 સપ્ટેમ્બરે થનાર ઓનલાઇન હરાજી માટે પબ્લિક નોટિસ જાહેર
  • દિલ્હી દરબાર સુધી દબદબો ધરાવતા સાંડેસરા બંધુ કૌભાંડ આચરીને વિદેશ ફરાર થઇ ગયા

16 હજાર કરોડના બેંક લોન કૌભાંડમાં સંડોવાયેલા સાંડેસરા બંધુઓની સ્ટર્લિંગ બાયોટેક લી.ની 548 કરોડની સંપત્તીની 9 સપ્ટમ્બરે ઓનલાઇન હરાજી કરાશે. સ્ટર્લિંગ જુથનું હજારો કરોડનું બેંક લોન કૌભાંડ સામે આવ્યા બાદથી સાંડેસરા પરિવાર સરકારની પકડથી દુર છે. હાલ સ્ટર્લિંગ બાયોટેક સામે ફડચાની કાર્યવાહી ચાલી રહી છે.વડોદરામાં એક સમયે જાણીતું નામ એવા નિતીન સાંડેસરા અને ચેતન સાંડેસરા દ્વારા સ્ટર્લિંગ બાયોટેક લી. શરૂ કરવામાં આવી હતી. જો કે, થોડાક સમય બાદ સાંડેસરા બંધુઓનું હજારો કરોડનું બેંક લોન કૌભાંડ સામે આવ્યું હતું. અને હાલ કંપની સામે ફડચાની કાર્યવાહી એનલીએલટીમાં ચાલી રહી છે.

ત્યારે હવે ફડચા અધિકારી એડવોકેટ મમતા બિનાનીની દેખરેખ હેઠળ કંપનીની રૂ. 548 કરોડની સંપત્તિની ઓનલાઇન હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે પબ્લિક નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.સ્ટર્લિંગ બાયોટેક લી.ના નિતીન સાંડેસરા અને ચેતન સાંડેસરાનું વડોદરા નહિ સમગ્ર રાજ્ય અને મુંબઇ તથા દિલ્હી સુધી દબદબો હતો. શહેરમાં જાણીતા ગરબાનું આયોજન દર વર્ષો સાંડેસરા બંધુઓ દ્વારા કરાતું હતું. અને બિઝનેસ વર્તુળોમાં તેમની ભારે પકડ હતી. જો કે, સાંડેસરા બંધુઓનો દબદબો અને સ્ટર્લિંગ જુથની ખ્યાતી ઝાઝો સમય લાંબી ટકી ન હતી.

સ્ટર્લિંગ બાયોટેક લી.ના સંચાલકો નિતીન સાંડેસરા અને ચેતન સાંડેસરા તથા સ્ટર્લિંગ જુથની અન્ય કંપનીઓની મળીને હજારો કરોડ રૂપિયાનું બેંક લોન કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં પ્રથમ સીબીઆઇ અને ત્યાર બાદ દેશની અગ્રણી તપાસ સંસ્થાઓ તપાસાર્થે જોડાઇ હતી. હાલ સાંડેસરા બંધુઓ સહપરિવાર દેશની બહાર છે. અને સરકારની પકડથી દુર છે. વર્ષ 2019 માં સ્ટર્લિંગ બાયોટેક લિ. સામે ફડચા અધિકારીની નિમણુંક બાદ એનસીએલટીમાં ફડચાની કાર્યવાહી ચાલી રહી છે.

ત્યારે બુધવારે પ્રચાર માધ્યમોમાં પબ્લિક નોટીસ ઇશ્યુ કરવામાં આવી હતી. નોટીસ પ્રમાણે સ્ટર્લિંગ બાયોટેક લી.ની રૂ. 548 કરોડની સંપત્તિની ઓનલાઇન હરાજી ઓનલાઇન હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 9 સપ્ટેમ્બરના રોજ ઓનલાઇન હરાજી યોજાશે. ઓનલાઇન હરાજીમાં ભાગ લેવા માટે ઇચ્છતા લોકો ફડચા અધિકારીનો સંપર્ક કરી શકે છે.

સાંડેસરાની નજીક ગણાતા લોકોની સંપતિ જપ્ત કરાઇ હતી
સાંડેસરા બંધુઓના 16,000 કરોડના કૌભાંડમાં ઇડીએ તાજેતરમાં કોંગ્રેસના પૂર્વ અગ્રણી અહેમદ પટેલના જમાઇ ઇરફાન અહેમદ સિદ્દિકીની રૂા. 2.41 કરોડની સંપતિ, બોલિવૂડ એક્ટર ડિનો મોરિયાની રૂ. 1.4 કરોડની, અકીલ બલોચીની રૂ.1.98 કરોડ અને સંજયખાનની રૂ. 3 કરોડની સંપતિ, 8 સ્થાવર મિલકતો, 3 વ્હીકલ્સ જપ્ત કર્યા છે.