• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 160 Plastic Surgeons In The State, An Average Of 300 Surgeries Per Day 15 Cases Of Nose Cutting Due To Husband wife Quarrel Were Operated

ભાસ્કર એક્સક્લૂઝિવ:રાજ્યમાં 160 પ્લાસ્ટિક સર્જન, રોજ સરેરાશ 300 સર્જરીઓ થાય છે પતિ-પત્નીના ઝઘડામાં નાક કાપવાના 15 કેસમાં ઓપરેશન થયા

વડોદરા3 મહિનો પહેલાલેખક: કુણાલ પેઠે
  • કૉપી લિંક
  • આજે વર્લ્ડ પ્લાસ્ટિક સર્જરી ડે
  • ગુજરાતમાં વર્ષે રૂ.635 કરોડની પ્લાસ્ટિક સર્જરી થાય છે. અમદાવાદમાં સૌથી વધુ, સુરતમાં સૌથી ઓછી
  • આગ, એક્સિડન્ટ, એનિમલ બાઇટ જેવી ઘટનાઓમાં સૌથી વધુ પ્લાસ્ટિક સર્જરી થઈ
  • માઇનર સર્જરી માટે 12 હજાર તો મેજર સર્જરી માટે સરેરાશ 40 હજાર ખર્ચ, ચાર મોટા શહેરોમાં માત્ર 10 પ્લાસ્ટિક સર્જન

ગુજરાતમાં 2.73 લાખ જેટલી પ્લાસ્ટિક સર્જરીઓ રાજ્યના 160 પ્લાસ્ટિક સર્જનો કરી રહ્યા છે. આ સર્જરીઓની સંખ્યા અને તેની પાછળના ખર્ચની ગણતરી માંડતા રૂ.635 કરોડ રૂપિયા થાય છે. જોકે સરકારી હોસ્પિટલોમાં પગાર ઓછા હોવાથી અમદાવાદ, સુરત, રાજકોટની સિવિલ હોસ્પિટલો અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં થઇને કુલ 10 જ પ્લાસ્ટિક સર્જન છે. તેઓએ આ પૈકીની 6,267 સર્જરીઓ ગત વર્ષે કરી છે. જે સર્જરીની સંખ્યાની ટકાવારી મુજબ 2.28 ટકા જ થાય છે.

રોજની 400 જેટલી માઇનોર સર્જરીઓ
ગુજરાતમાં પ્લાસ્ટિક સર્જન રોજની 400 જેટલી માઇનોર સર્જરીઓ કરે છે, જેનો એવરેજ ખર્ચ રૂ. 12,000 જેટલો થાય છે. જ્યારે મેજર સર્જરીનો સરેરાશ ખર્ચ રૂ. 40 હજાર આસપાસ થાય છે. બીજી તરફ ગુજરાતની ચાર મોટી સરકારી હોસ્પિટલોમાં 3,801 માઇનોર સર્જરીઓ અને 2,486 મેજર સર્જરીઓ કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ અકસ્માતના ભોગ બનેલાઓના છે.

4 મહિના ડિપાર્ટમેન્ટ બંધ રહેતા સર્જરીઓ ઓછી થઇ
સર્જરી વિભાગના હેડ ડો. જયેશ સચદે કહે છે કે આ સર્જરીઓમાં હાથ કપાઇ ગયો હોય તેવા 4 કિસ્સાઓમાં આખો હાથ રિકન્સ્ટ્રક્ટ કરી આપવામાં આવ્યો હતો. જ્યારે સુરત સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરે જણાવ્યું કે હાલમાં સુરતમાં બે જ સર્જનો છે જે પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે. 4 મહિના જેટલો સમય ડિપાર્ટમેન્ટ બંધ રહેતા સર્જરીઓ ઓછી થઇ છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરીમાં રસપ્રદ કેસ
સુરતમાં યુવકના અસાધારણ રીતે વધેલી છાતીના ભાગમાંથી 400 ગ્રામ ચરબી દૂર કરવામાં આવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરીમાં રસપ્રદ કેસ જોવા મળ્યા હતા. પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડો. મૃણાલિની માંકડિયાએ જણાવ્યું કે, રાજકોટમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ઝઘડામાં પતિએ પત્નીનું નાક કાપ્યું હોય તેવા કેસો વધ્યા છે.

વડોદરામાં ચહેરાના રિકન્સ્ટ્રકશનની સર્જરીઓ સૌથી વધુ
વર્ષે 15 જેટલા કેસ મારામારીમાં આ રીતે નાક કપાયા હોય તેવા આવતા નાકની રિકન્સ્ટ્રકશન સર્જરી કરવામાં આવી છે. વડોદરાની એસએસજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન શૈલેશ સોનીએ જણાવ્યું કે, વડોદરામાં આગ, એક્સિડન્ટ અને એનિમલ બાઇટમાં ચહેરાના રિકન્સ્ટ્રકશનની સર્જરીઓ સૌથી વધુ થઇ છે, રીંછે બચકું ભરતા સમગ્ર ચહેરાને સર્જરીથી રિકન્સ્ટ્રકશન કરીને સાજો કર્યો હતો.

મેજર સર્જરી અમદાવાદમાં સૌથી વધુ, સુરતમાં સૌથી ઓછી

હોસ્પિટલઓપીડીમાઇનોરમેજર સર્જરી
અમદાવાદ સિવિલ36125671,175
વડોદરા એસએસજી3,860360722
સુરત સિવિલ16993593
રાજકોટ સિવિલ62712839478
કુલ15,44238012,468

( સ્રોત : દરેક હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના 1 જુલાઇ 2021થી 30 જૂન 2022 દરમિયાનના ડેટા મુજબ)

આ રીતે રૂ.635 કરોડના ખર્ચનો બિઝનેસ
રોજની 450 માઇનોર સર્જરી - દરેકનો ખર્ચ સરેરાશ રૂ.12,000
કુલ ખર્ચ રૂ. 54 લાખ - વાર્ષિક 197 કરોડ

રોજની 300 મેજર સર્જરી - દરેકનો સરેરાશ ખર્ચ રૂ. 40,000
કુલ ખર્ચ રૂ. 1.20 કરોડ - વાર્ષિક 438 કરોડ

કેન્સર બાદ ગુજરાત રિકન્સ્ટ્રક્શનનું સેન્ટર બન્યું, મા યોજના હેઠળ પણ કેટલીક પ્લાસ્કિટ સર્જરીઓનો સમાવેશ
ગુજરાત પ્લાસ્ટિક સર્જન્સ એસોસિયેશનના પ્રમુખ ડો. દિલીપ ત્રિવેદી કહે છે કે, સરકારની મા યોજના અંતર્ગત કેટલીક પ્લાસ્ટિક સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ખાનગી હોસ્પિટલોમાં પણ ઓપરેશન શક્ય છે. પણ હાલમાં તેના લાભાર્થીઓ માંડ 15 ટકા જેટલા જ છે. કારણ કે હજીય પ્લાસ્ટિક સર્જનોની ઘટ છે. ગુજરાત કેન્સર બાદના રિકન્સ્ટ્રકશનનું સેન્ટર બની રહ્યું છે. જ્યારે પ્લાસ્ટિક સર્જરીની ટેક્નોલોજીમાં પણ ગુજરાત અગ્રણી બની રહ્યું છે. પાંચ વર્ષ અગાઉ મુંબઇ કે દિલ્હી વિશેષ સર્જરીઓ માટે દર્દીઓને જવું પડતું હતું , હવે તે ગુજરાતમાં થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દર વર્ષે વિવિધ મેડિકલ કોલેજોમાંથી 14 પ્લાસ્ટિક સર્જન તૈયાર થાય છે. સરકારી હોસ્પિટલોમાં પ્લાસ્ટિક સર્જનનો સરેરાશ પગાર 2.20 લાખ રૂપિયા જેટલો હોય છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં તે રોજ સર્જરીથી જ રૂ. 20 હજારથી રૂ. 50 હજાર જેટલી આવક મેળવી શકે છે. આ કારણસર માત્ર સેવાભાવી પ્લાસ્ટિક સર્જન જ સરકારી હોસ્પિટલોમાં લાંબો સમય સેવા આપી શકે છે.

આ પ્લાસ્ટિક સર્જરીઓ સરકારી હોસ્પિટલોમાં થાય છે
આગથી દાઝેલા, અકસ્માતમાં ઘાયલ, પ્રાણીના હુમલા, ફેસિયલ ફ્રેકચર તથા વિકૃત ચહેરા-અંગને પૂર્વવત્ કરવાની સર્જરી, કોસ્મેટિક્સ, લાઇપોસેકશન (ચરબી દૂર કરવી), ચરબી ઉમેરવી, રિપ્લાસ્ટી, લોહીની નસોનું રિપેરિંગ, હેર ટ્રાન્સપ્લાન્ટ

  • કેન્સર તથા મ્યુકરમાઇકોસિસ જેવી બીમારીના કારણે ક્ષતવિક્ષત થયેલા ચહેરાના રિકન્સ્ટ્રક્શન માટે પણ મોટી સંખ્યામાં પ્લાસ્ટિક સર્જરી થાય છે.
અન્ય સમાચારો પણ છે...