તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમસંબંધ બાદ દુષ્કર્મ:વડોદરામાં કિશોરને બે વર્ષ પહેલાં પ્રેમસંબંધ હતો, ફરી પેચઅપ કરવાનું કહી ધો.10ની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું, આરોપીની અટકાયત

વડોદરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 2 વર્ષ પહેલાં બંને વચ્ચે પ્રેમસંબંધ હતો, ફરીથી પ્રેમસંબંધ રાખવાનું જણાવીને દુષ્કર્મ આચર્યું

વડોદરા જિલ્લાના ડભોઇના વઢવાણા તળાવ પાસે બહેન સાથે ખેતરમાં ગયેલી 15 વર્ષીય સગીરા પર 16 વર્ષના સગીરે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે સગીર વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધીને સગીર આરોપીની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રેમસંબંધ રાખવાનું કહીને દુષ્કર્મ આચર્યું
ડભોઇ જિલ્લામાં રહેતી અને ધો-10માં અભ્યાસ કરતી 15 વર્ષીય કિશોરીની માતા વઢવાણા ગામ ખાતે આવેલા પક્ષી અભયારણ્યમાં ફરજ બજાવે છે. વઢવાણા તળાવ નજીક તેમની જમીન હોઈ ખેતરમાંથી તુવેરો કાપીને બે બહેનો કેનાલ તરફ ગઈ હતી. જ્યાં નાની બહેન કુદરતી હાજતે જતાં મોટી બહેન થોડી દૂર ઊભી હતી. એ સમયે 16 વર્ષીય સગીર આરોપી ત્યાં ધસી આવ્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. કિશોરે કિશોરીને કહ્યું હતું કે આપણે પહેલાંની જેમ પ્રેમસંબંધ રાખીશું, એમ જણાવીને તેને તળાવની બાજુમાં આવેલી ઝાડીઓમાં લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાસ્થળે કિશોરીની માતા દોડી આવતાં સગીર નાસી છૂટ્યો હતો. આ બનાવ સંદર્ભે ડભોઇ પોલીસે બળાત્કારનો ગુનો નોંધીને આરોપીની અટકાયત કરી હતી અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

6 દિવસ પહેલાં ઓનલાઇન બિઝનેસની લાલચ આપી મહિલા પર દુષ્કર્મની ફરિયાદ થઈ હતી
બે બાળકોની માતાને વર્ષ-2016માં સોશિયલ મીડિયા મારફત વડોદરાના માંજલપુરની મહિલા સાથે દોસ્તી થઇ હતી. દરમિયાન મહિલાને જાણ થઈ હતી કે તે જેની સાથે વાત કરે છે તે તો યુવક છે. થોડા સમય માટે મહિલાએ આ યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. જોકે એ બાદ યુવકે મહિલાનો વિશ્વાસ કેળવી તેની સાથે વાતચીત કરવાનું ચાલુ કરી દીધું હતું. વાતચીત દરમિયાન મહિલાનો વિશ્વાસ યુવકે કેળવી લીધો હતો અને તેનો લાભ લઈને યુવકે મહિલાને ‘લાઈવ બીગો સ્ટ્રીમ’ નામની એપ્લિકેશન દ્વારા મોબાઈલ પર ઓનલાઈન બિઝનેસ કરી મહિને રૂ.50 હજારની કમાણીની લાલચ આપી હતી. બીજી તરફ, યુવકે મહિલાનો પતિ ન હોય ત્યારે તેની સાથે પાંચ-છ વખત શરીર સંબંધ પણ બાંધ્યો હતો.

યુવકે મહિલાને તેના નગ્ન ફોટોઝ અને વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી
આ દરમિયાન યુવકે મહિલાના બીભત્સ ફોટો અને વીડિયો-ક્લિપ પણ બનાવી હતી. બીભત્સ હાલતમાં વીડિયો-કોલ કરાવડાવ્યા હતા. આ તમામ ફોટો અને વીડિયો યુવકે પોતાની પાસે રાખ્યા હતા. દરમિયાન યુવકે મહિલાને તેના નગ્ન ફોટો અને વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી મહિલા પાસેથી રોકડા રૂ.4.22 લાખ અને રૂ.2.10 લાખના દાગીના પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ આખરે યુવક હાર્દિક જયેન્દ્ર શેઠ (રહે-માડલિયા ફળિયું,વિરમગામ)વિરુદ્ધ માંજલપુર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. એ ફરિયાદના આધારે પોલીસે હાર્દિક શેઠની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો