તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:16 વિદ્યાર્થીએ ભૂખી કાંસમાંથી 300 કિલો પ્લાસ્ટિક વેસ્ટ દૂર કરતાં મગર સહિત જળચર જીવોની અવરજવર વધી

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રોજેક્ટ અંતર્ગત સ્નેહા શાહીનું નામ યુનિસેફમાં નોમીનેટ થયું હતું. - Divya Bhaskar
પ્રોજેક્ટ અંતર્ગત સ્નેહા શાહીનું નામ યુનિસેફમાં નોમીનેટ થયું હતું.
 • યુનિ. એન્વાયર્ન્મેન્ટ સાયન્સના વિદ્યાર્થીઓના પ્રોજેકટની નોંધ UNની વેબસાઇટે લીધી

લોકડાઉન પહેલાં ભૂખી કાસમાંથી 300 કિલો પ્લાસ્ટિક વેસ્ટ કાઢતાં મગર સહિતના જળચર જીવોની પ્રવૃત્તિ વધી છે. એન્વાયર્ન્મેન્ટ સાયન્સના વિદ્યાર્થી દ્વારા ફેબ્રુઆરી 2019માં પ્લાસ્ટિક વેસ્ટનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. લોકડાઉન પૂર્વે એન્વાયર્ન્મેન્ટ સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા ફેબ્રુઆરીમાં ભૂખી કાંસમાંથી પ્લાસ્ટિક સહિતનો કચરો કઢાયો હતો. જેની હકારાત્મક અસર થઈ છે. ખાસ કરીને મગરની હલચલ વધી છે તેમજ અન્ય જીવ પણ જોવા મળી રહ્યા છે.

વિદ્યાર્થિની સ્નેહા શાહીએ જણાવ્યું કે, એન્વાર્યન્મેન્ટલ સાયન્સના પ્રો.કૌરેશ વચ્છરાજાની અને ડો.બબલુ પ્રસાદના માર્ગદર્શન હેઠળ ભૂખી કાંસના રિસ્ટોરેશનનું કામ જુલાઈ-19થી શરૂ કર્યું હતું. કાંસની સફાઈમાં 15 વિદ્યાર્થી જોડાયા હતા. અમે ફેબ્રુઆરી 2020માં મ.સ. યુનિ.માં ૮૦૦ મીટરમાં ફેલાયેલી ભૂખી કાંસની સફાઈ કરી હતી. જેમાં થર્મોકોલ, કાચ, પ્લાસ્ટિક, બાંધકામનો કાટમાળ સહિતનો ૩૦૦ કિલો કચરો દૂર કર્યો હતો. અમે થર્મોકોલનું રિસાઇકલિંગ કરી કૂંડાં તેમજ સુશોભનની વસ્તુ બનાવી હતી, જે અમારા ડિપાર્ટમેન્ટમાં મૂકી છે. સેન્ટર ફોર એન્વાર્યન્મેન્ટ એજ્યુકેશન દ્વારા આયોજિત ‘ટાઈડ ટર્નર પ્લાસ્ટિક ચેલેન્જ’ કેમ્પેઈનમાં ભાગ લીધો હતો.

ભૂખી કાંસમાં સફાઈ થયા બાદ મગર સહિતના જળચરોની અવરજવર વધી છે.
ભૂખી કાંસમાં સફાઈ થયા બાદ મગર સહિતના જળચરોની અવરજવર વધી છે.

જે અંતર્ગત યુનિસેફમાં મારું નામ નોમિનેટ કરાતાં મને દેશ-વિદેશના વિદ્યાર્થીઓ સાથે મારા પ્રોજેક્ટ વિશે ઓનલાઈન વાત કરવાની તક મળી હતી. જેમાં UN એન્વાર્યન્મેન્ટ પ્રોગ્રામના સભ્યો હાજર હતા, જેમણે મારો ઈન્ટરવ્યુ લીધો હતો, જેને 15મી યુએનઈપીની વેબસાઈટ પર પબ્લિશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો