તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

LIVE અકસ્માત:વડોદરામાં પા..પા..પગલી માંડતા શીખેલા 16 મહિનાના બાળકને પિકઅપ વાને કચડી નાખ્યું, ઘટના CCTVમાં કેદ

વડોદરાએક મહિનો પહેલા
વડોદરામાં પિકઅપ વાને બાળકને કચડી નાખ્યું, એની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.
  • રોષે ભરાયેલા સ્થાનિકોએ પથ્થરમારો કરીને પિકઅપ વાનના કાચ તોડ્યા
  • બાપોદ પોલીસે ફરાર થઈ ગયેલા ડ્રાઇવર અને ક્લીનરની શોધખોળ હાથ ધરી

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા એકતાનગરના લક્ષ્મીનગરમાં 16 મહિનાનું બાળક હજી તો માંડ પા...પા... પગલી માંડવા બાળક શીખ્યું હતું અને ઘરઆંગણે રમી રહેલા બાળકને મરઘી ભરેલા ટેમ્પોએ કચડી નાખ્યું હતું. અકસ્માતમાં ટેમ્પો બાળક પર ફરી વળતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી.

ટેમ્પો ફરી વળતાં બાળકનું મોત
વડોદરાના આજવા રોડ પર એકતાનગરમાં આવેલા લક્ષ્મીનગરમાં મૂળ ઉત્તરપ્રદેશના બસતી જિલ્લાના હમીદઉલ્લા અંસારી લેડીઝ ટ્રેલર તરીકે કામ કરતા હતા. પરિવારમાં 2 બાળકો અને પત્ની છે. રવિવારે સવારે તેમનો 16 મહિનાનો પુત્ર હમ્માદહાસીન અંસારી ઘરની બહાર રમી રહ્યો હતો. એ સમયે એકાએક ત્યાં પૂરઝડપે આવેલા એક મરઘી ભરેલા ટેમ્પોએ તેને અડફેટે લીધો હતો. ટેમ્પો હમ્માદહાસીન પર ફરી વળતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં ટેમ્પો બાળક પર ફરી વળતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું.
અકસ્માતમાં ટેમ્પો બાળક પર ફરી વળતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું.

સ્થાનિકોએ પથ્થરમારો કરીને પિકઅપ વાનના કાચ તોડ્યા
અકસ્માતને પગલે બૂમાબૂમ થતાં ત્યાં લોકનાં ટોળાં એકત્ર થયાં હતાં. લોકોનો આક્રોશ જોઇ ટેમ્પોનો ચાલક અને ક્લીનર સ્થળ પરથી ફરાર થયા હતા. ટોળાંએ ઉશ્કેરાઈ ટેમ્પો ઉપર પથ્થરમારો કર્યો હતો. અકસ્માત બાદ પિતા હમીદઉલ્લા અંસારી પુત્ર હમ્માદહાસીનને લઈને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ. તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું.

ઘરઆંગણે રમી રહેલા બાળકને મરઘી ભરેલા ટેમ્પોએ કચડી નાખ્યું હતું.
ઘરઆંગણે રમી રહેલા બાળકને મરઘી ભરેલા ટેમ્પોએ કચડી નાખ્યું હતું.

અમને ફક્ત ન્યાય જોઇએ છે
મૃતકના કાકા આસિફઅલીએ જણાવ્યું હતું કે મારો ભત્રીજો ઘરઆંગણે રમી રહ્યો હતો, ત્યારે પિકઅપ ગાડીના ટાયર ફરી વળ્યું હતું. ગાડીને બ્રેક પણ મારી નહોતી અને મારા ભત્રીજા પર ગાડી ચડાવી દીધી હતી. અમને ફક્ત ન્યાય જોઇએ, બીજું કંઇ જોઇતું નથી.

રોષે ભરાયેલા સ્થાનિકોએ પથ્થરમારો કરીને પિકઅપ વાનના કાચ તોડ્યા.
રોષે ભરાયેલા સ્થાનિકોએ પથ્થરમારો કરીને પિકઅપ વાનના કાચ તોડ્યા.
બાપોદ પોલીસે ફરાર થઇ ગયેલા ડ્રાઇવર અને ક્લીનરની શોધખોળ હાથ ધરી
બાપોદ પોલીસે ફરાર થઇ ગયેલા ડ્રાઇવર અને ક્લીનરની શોધખોળ હાથ ધરી