મધ્ય ગુજરાતમાં જળબંબાકાર:બોડેલીમાં 22 ઈંચ, કવાંટમાં 17 અને પાવી જેતપુરમાં 15 ઈંચ વરસાદ, નદી-નાળા છલકાયા, છોટાઉદેપુરમાં આજે શાળા-કોલેજોમાં રજા જાહેર

છોટાઉદેપુર5 મહિનો પહેલા
 • રેલવે ટ્રેક ધોવાઈ જતા પ્રતાપનગર-છોટાઉદેપુર પેસેન્જર ટ્રેન રદ
 • ભારે વરસાદના કારણે ઝંડ હનુમાન ખાતે ભક્તો ફસાયા
 • ઘરોમાં પાણી ઘૂસ્યા, 40 લોકોને રેસ્ક્યૂ કરાયા​​​​​

મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 22 ઈંચ, કવાંટમાં 17 ઈંચ, પાવી જેતપુરમાં 15 અને છોટાઉદેપુરમાં 13 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે.નર્મદાના સાગબારામાં અને ડેડિયાપાડામાં 5-5 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે પ્રતાપનગર-છોટાઉદેપુર રેલવે લાઇન પર બોડેલી-પાવી જેતપુર સ્ટેશન વચ્ચે ટ્રેક ધોવાઇ જતાં આજની આવતી અને જતી પ્રતાપનગર-છોટાઉદેપુર પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી છે.

ભારે વરસાદને કારણે પ્રતાપનગર-છોટાઉદેપુર રેલવે લાઇન પર બોડેલી-પાવી જેતપુર સ્ટેશન વચ્ચે ટ્રેક ધોવાઈ ગયો છે.
ભારે વરસાદને કારણે પ્રતાપનગર-છોટાઉદેપુર રેલવે લાઇન પર બોડેલી-પાવી જેતપુર સ્ટેશન વચ્ચે ટ્રેક ધોવાઈ ગયો છે.

છોટાઉદેપુરમાં 500થી વધુ વ્યક્તિઓનું સ્થળાંતર
છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા તાલુકામાં 530 જેટલી વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. જેમાં ભાટપુર, વાઘેથા,વટવટીયા, રામસિંગપુરા સહિતના ગામોનો સમાવેશ થાય છે. આ સાથે જિલ્લામાં બોડેલીને રઝાનગર, દીવાન ફળિયા તેમજ અન્ય વિસ્તારમાં અને કવાંટ વિગેરે તાલુકામાં મળીને 2000થી વધુ વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું હોવાનું છોટાઉદેપુર જિલ્લા ડિઝાસ્ટર શાખાના સૂત્રોએ જણાવ્યું હતું.

છોટાઉદેપુરમાં શાળાઓ બંધ
છોટાઉદેપુર જીલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ હોવાથી આજે સોમવારે જિલ્લાની શાળાઓ, કોલેજો, ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓ, આંગણવાડીઓ બંધ રાખવાની રહેશે. છોટાઉદેપુર જિલ્લા ઇ.શિક્ષણાધિકારી અને ઇ.પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જણાવાયુ છે કે જિલ્લામાં વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક તમામ શાળા બંધ રહેશે. જોકે અધિક નિવાસી કલેક્ટરના સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલ મેસેજ મુજબ અતિભારે વરસાદને કારણે જિલ્લાની તમામ શાળાઓ બીજી સૂચના ના મળે ત્યાં સુધી બંધ રાખવાની રહેશે. પરંતુ ગામમાં સ્કૂલની જરૂર પડે તો સ્થાનિક સ્ટાફ કે અન્ય દ્વારા વ્યવસ્થા કરવાની રહેશે.

અતિ ભારે વરસાદથી નદી-નાળા છલકાયા
મધ્ય ગુજરાતમાં ગઈકાલે રાતથી શરૂ થયેલો વરસાદ આજે પણ અવિરત પણે વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં અતિ ભારે વરસાદ થયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં થયો છે. બોડેલીમાં 16 ઈંચ વરસાદને પગલે જનજીવન પર અસર પડી છે અને છોટાઉદેપુર જિલ્લામાં નદી-નાળાઓ છલકાઈએ ગયા છે અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.

બોડેલીમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.
બોડેલીમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.

બોડેલીના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા
પાવી જેતપુર અને બોડેલીમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. બોડેલીમા સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર બેટીંગ કરી છે. આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બોડેલીની રામનગર સોસાયટી, દિવાનફળીયા, રાજનગર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. મેઘરાજાએ મન મૂકીને વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયા છે. બોડેલીના રાજનગરમાં ઘરોમાં પાણી ભરાઈ જતાં 40 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. બોડેલીના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા છે. બોડેલીના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ભારે વરસાદને પગલે પલાસની કાળીડોળી પુલનો એપ્રોચ ધોવાઈ ગયો છે. ભારે વરસાદમાં પુલનો એપ્રોચ તૂટતાં રસ્તો બંધ થઈ ગયો છે. ચલામલી-બોડેલી રોડ પર હાઇસ્કૂલ પાસે જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એક પેટ્રોલ પંપ પણ પાણીમાં ડૂબી ગયો છે.

બોડેલી-વડોદરા હાઇવે પર જીવના જોખમે વાહનો પસાર થાય છે.
બોડેલી-વડોદરા હાઇવે પર જીવના જોખમે વાહનો પસાર થાય છે.
પાણી ભરાઈ જતાં વાહનચાલકો અટવાઈ ગયા હતા.
પાણી ભરાઈ જતાં વાહનચાલકો અટવાઈ ગયા હતા.

બોડેલી-વડોદરા હાઇવે બંધ
ભારે વરસાદને પગલે છોટાઉદેપુર જિલ્લામાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઠેર ઠેર રસ્તા બંધ કર્યાં છે, ત્યારે બોડેલી-વડોદરા હાઇવે પણ બંધ કરવાની ફરજ પડી છે. બોડેલી પાસે કડીલા ખાતે કોતરમાં ધસમસતા પાણી રોડ ઉપર ફરી વળતાં રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી, પરંતુ, તંત્ર દ્વારા મોટા વાહનોને જીવના જોખમે ધસમસતા પાણીમાંથી પસાર કરવામાં આવી રહ્યા છે.

છોટાઉદેપુર પંથકમાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે.
છોટાઉદેપુર પંથકમાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે.

ઝાબ ગામ બે ભાગમાં વહેચાઈ ગયું
પાવી જેતપુરમાં ઝાબ ગામનું કોતર છલકાયું છે. જેને પગલે ઝાબ ગામ બે ભાગમાં વહેચાઈ ગયું છે. ઝાબ ગામમાં કોતરમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ભારે વરસાદને પગલે રાજવાસના ડેમ ઓવર ફલો થઈ ગયો છે. રાજવાસના ડેમ ઓવર ફલો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

બોડેલીના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
બોડેલીના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

ઝંડ હનુમાન ખાતે કોતરમાં પાણી આવી જતા ભક્તો ફસાયા
બોડેલી તાલુકાના ઝંડ હનુમાન ખાતે કોતરમાં પાણી આવી જતા ભક્તો ફસાઈ ગયા છે. હજુ વહીવટી તંત્ર દ્વારા ફસાયેલા લોકો માટે કોઈ કાર્યવાહી ન કરતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર રસ્તા બંધ થઈ ગયા છે. વહીવટી તંત્રએ પાણી ભરાયેલા 16 રસ્તા બંધ કરાવ્યા છે. નસવાડીના 12, બોડેલીનો 1, કવાંટના 2, સંખેડાનો 1 રસ્તા બંધ કરાવ્યો છે.

છોટાઉદેપુર જિલ્લામાં નદી-નાળા છલકાઈ ગયા છે.
છોટાઉદેપુર જિલ્લામાં નદી-નાળા છલકાઈ ગયા છે.

બંધ કરાયેલ રસ્તા

 • નાનાવાંટ હાલ્લી નાની ઝરી રોડ
 • રાયપુર- ખુસાલપુર રોડ
 • દમોલી ખરેડા રોડ
 • ખરેડાં - ખડકિયા રોડ
 • લાવાકોઈ દામની - આંબા કેવડી રોડ
 • પલાસની કરમદી રોડ
 • મોઘલા એપ્રોચ રોડ
 • રામપ્રસાદી એપ્રોચ રોડ
 • કડુલી મહુડી સિંધી પાણી રણબોર રોડ
 • હરીપુરા (બો) એપ્રોચ રોડ
 • રાજપુરા એપ્રોચ રોડ
 • નસવાડી કુકાવટી વાઘીયા મહુડા રોડ
 • વજેપુર કેવડીયા એપ્રોચ રોડ
 • વજેપૂર એપ્રોચ રોડ
 • કાલી તલાવડી કંટેશ્વર રોડ
 • બોબડાકૂવા, મોટા રાસ્કા લાંભિયા ઝંડ રોડ
બોડેલીની રામનગર સોસાયટી, દિવાનફળીયા, રાજનગર વિસ્તારમાં ઘૂંટણભેર પાણી ભરાઈ ગયા છે.
બોડેલીની રામનગર સોસાયટી, દિવાનફળીયા, રાજનગર વિસ્તારમાં ઘૂંટણભેર પાણી ભરાઈ ગયા છે.

વડોદરા જિલ્લામાં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના વરસાદના આંકડા

 • ડભોઇ 69 મિ.મી.
 • ડેસર 03 મિ.મી.
 • પાદરા 41 મિ.મી.
 • વડોદરા તાલુકો 23 મિ.મી.
 • વાઘોડિયા 24 મિ.મી.
 • સાવલી 11 મિ.મી.
 • શિનોર 11 મિ.મી.
ઘરોમાં પાણી ભરાતા લોકોને ઘર છોડવાનો વારો આવ્યો છે..
ઘરોમાં પાણી ભરાતા લોકોને ઘર છોડવાનો વારો આવ્યો છે..
બોડેલીના રાજનગર વિસ્તારમાં 40થી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા.
બોડેલીના રાજનગર વિસ્તારમાં 40થી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા.
બોડેલીની રામનગર સોસાયટી, દિવાનફળીયા, રાજનગર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.
બોડેલીની રામનગર સોસાયટી, દિવાનફળીયા, રાજનગર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.
મેઘરાજાએ મન મૂકીને વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયા છે.
મેઘરાજાએ મન મૂકીને વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયા છે.
બોડેલીના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા છે.
બોડેલીના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા છે.
બોડેલીના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
બોડેલીના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
અન્ય સમાચારો પણ છે...