તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેતાઓમાં સંક્રમણ વધ્યું:વેક્સિન લીધાના 16 દિવસ બાદ વડોદરાનાં ભાજપનાં સાંસદ રંજનબેન ભટ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પૂર્વ મહિલા કાઉન્સિલરનું કોરોનાથી મૃત્યુ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટે 4 માર્ચે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. - Divya Bhaskar
વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટે 4 માર્ચે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.
  • વડોદરામાં શિવરાત્રિના રોજ નીકળેલી શિવજી કી સવારી બાદ ભાજપના નેતાઓ સતત પોઝિટિવ આવી રહ્યા છે
  • સાંસદે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતે સંક્રમિત હોવાની વાત જાહેર કરી

વડોદરા શહેરમાં શિવરાત્રિના રોજ નીકળેલી શિવજી કી સવારી બાદ ભાજપના પૂર્વ કોર્પોરેટરો, કોર્પોરેટરો, ધારાસભ્ય અને સાંસદથી લઇને સંગઠનના​ નેતાઓ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટે 4 માર્ચના રોજ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો અને 16 દિવસ બાદ આજે રંજનબેન ભટ્ટનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાંસદ રંજનબેન ભટ્ટે ટ્વીટ કરી જણાવ્યું હતું કે મને પ્રાથમિક લક્ષણો જણાતાં ગઇકાલે મેં RTPCR ટેસ્ટ કરાવ્યો હતો, જે આજે પોઝિટિવ આવ્યો છે. એ માટે હું સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં દાખલ થયેલી છું. મારી સાથે ગત દિવસોમાં સંપર્કમાં આવેલા દરેકને વિનંતી છે કે તેઓે પોતાનો ટેસ્ટ કરાવે.

ભાજપનાં પૂર્વ મહિલા કાઉન્સિલર શકુંતલાબેન શિંદેનું મૃત્યુ
બીજી તરફ, વડોદરા શહેરના વોર્ડ નં-18નાં ભાજપનાં પૂર્વ મહિલા કાઉન્સિલર શકુંતલાબેન શિંદેનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. છેલ્લા કેટલાક દિવસથી તેમની ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી હતી, જ્યાં આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. એને પગલે વડોદરા શહેર ભાજપ અને તેમના સમર્થકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

વડોદરામાં ભાજપનાં પૂર્વ કાઉન્સિલર શકુંતલાબેન શિંદેનું કોરોનાથી મૃત્યુ.
વડોદરામાં ભાજપનાં પૂર્વ કાઉન્સિલર શકુંતલાબેન શિંદેનું કોરોનાથી મૃત્યુ.

વેક્સિન લીધા બાદ ધારાસભ્ય શૈલેશ મહેતા(સોટ્ટા) કોરોના સંક્રમિત થયા
આ ઉપરાંત વડોદરા જિલ્લાના ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતા(સોટ્ટા) કોરોના સંક્રમિત થયા છે, તેમણે સોશિયલ મીડિયા પર આજે સવારે આની જાણ કરી હતી અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરી હતી.ઉલ્લેખનિય છે કે, ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેશ સોટ્ટાએ 5 માર્ચે કોરોના વેક્સિન લીધી હતી. જેના 15 દિવસ બાદ આજે તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેશ સોટ્ટાએ 5 માર્ચે વેેક્સિન લીધી હતી
ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેશ સોટ્ટાએ 5 માર્ચે વેેક્સિન લીધી હતી

મહિલા કોર્પોરેટર અને તેમના પતિ કોરોના સંક્રમિત
વોર્ડ નં-11નાં મહિલા કોર્પોરેટર મહાલક્ષ્મી શેટિયાર અને તેમના પતિ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત વીએમસીના દંડક ચિરાગ બારોટનાં માતા, પુત્ર અને પુત્રવધૂ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે અને પૂર્વ કાઉન્સિલર ગોપી તલાટી પણ સંક્રમિત થયા છે.

વડોદરામાં શિવરાત્રિના રોજ નીકળેલી શિવજી કી સવારી બાદ પોઝિટિવ આવેલા નેતાઓની યાદી
1. શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પૂર્વ મેયર
2. મીનાબેન ચૌહાણ, કોર્પોરેટર
3. જાગૃતિ કાકા, કોર્પોરેટર
4. શૈલશ મહેતા(સોટ્ટા), ધારાસભ્ય
5. મહાલક્ષ્મી શેટિયાર, કોર્પોરેટર
6. રંજનબેન ભટ્ટ, સાંસદ
7. ગોપી તલાટી, પૂર્વ કોર્પોરેટર

આ અગાઉ કોરોના સંક્રમિત થયેલા ધારાસભ્યો અને મંત્રી

નામહોદ્દો
કેશુભાઈ પટેલપૂર્વ મુખ્યમંત્રી
હર્ષ સંઘવીધારાસભ્ય
બાબુભાઈ પટેલધારાસભ્ય
કિશોર ચૌહાણધારાસભ્ય
નિમાબહેન આચાર્યધારાસભ્ય
બલરામ થાવાણીધારાસભ્ય
પૂર્ણેશ મોદીધારાસભ્ય
જગદીશ પંચાલધારાસભ્ય
કેતન ઈનામદારધારાસભ્ય
વી.ડી. ઝાલાવાડિયાધારાસભ્ય
રમણ પાટકરરાજ્યકક્ષાના મંત્રી
પ્રવીણ ઘોઘારીધારાસભ્ય
મધુ શ્રીવાસ્તવધારાસભ્ય
ધર્મેન્દ્રસિંહ જાડેજારાજ્યકક્ષાના મંત્રી
ગોવિંદ પટેલધારાસભ્ય
અરવિંદ રૈયાણીધારાસભ્ય
રાઘવજી પટેલધારાસભ્ય
જયેશ રાદડિયાકેબિનેટ મંત્રી
બીનાબહેન આચાર્યમેયર, રાજકોટ
દિનેશ મકવાણા(ડેપ્યુટી મેયર, અમદાવાદ
અમિત શાહકેન્દ્રીય ગૃહમંત્રી
ડો.કિરીટ સોલંકીસંસદ સભ્ય
રમેશ ધડુકસંસદ સભ્ય
હસમુખ પટેલસંસદ સભ્ય
અભય ભારદ્વાજસંસદ સભ્ય

આ અગાઉ કોરોના સંક્રમિત થયેલા સંગઠનના હોદ્દેદારો

નામહોદ્દો
સી.આર.પાટીલપ્રદેશ પ્રમુખ
ભરત પંડ્યાપ્રદેશ પ્રવક્તા
પ્રદીપસિંહ વાઘેલાપ્રદેશ મંત્રી
પરેશ પટેલપ્રદેશ કાર્યાલય મંત્રી
મોના રાવલમહિલા મોરચાનાં કાર્યાલય મંત્રી
જગદીશ મકવાણાસુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી
સત્યદીપસિંહ પરમારસુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી
દિલીપ પટેલસુરેન્દ્રનગર જિલ્લા ભાજપ-પ્રમુખ
અન્ય સમાચારો પણ છે...